વાંસદાનાં ખાટાઆંબા ગામની યુવતી લાછકડી ગામે રહેતા યુવક જોડે પ્રેમલગ્ન કરી પિયરમાં રહેતી હતી. જોકે યુવતીનાં પતિ ડાંગમાં પ્રવાસી શિક્ષક તરીકે નોકરી કરી શનિ-રવિની રજામાં આવતા હતા અને સસરા હાલમાં અત્યારે લેવા આવેલા ત્યાં ત્રણ દિવસ રોકાયા બાદ ઘરે પરત આવી હતી અને યુવતીનાં પતિ અત્યારે છેલ્લા ઘણા સમયથી પત્ની પાસે આવતા ન હતા. જેને લઇ પતિ મને રાખશે નહીં એવું મનદુઃખ થતા પોતાના ઘરના રૂમમાં ફાંસો ખાઈ લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાંસદા તાલુકાનાં ખાટાઆંબા ગામનાં ઘૂંટીયા ફળિયાંમાં રહેતી મેઘા (ઉ.વ.30)નાએ લાછકડી ગામે રહેતા સુમિતકુમાર ચવધરી સાથે વર્ષ-2015માં કોર્ટ મેરેજ કર્યા હતા.
તેઓ યુવતીનાં ઘરે રહેતા હતા અને અવારનવાર સાસરીમાં પણ જતા હતા. પતિ સુમિત ડાંગ જિલ્લામાં પ્રવાસી શિક્ષક તરીકે નોકરી પર જતો હતો અને ત્યાં જ રોકાતો હતો. જોકે શનિ-રવિવારે રજા હોય ત્યારે આવતો હતો. છેલ્લા દોઢેક માસથી સુમિત ખાટાઆંબા આવ્યો ન હતો. એક અઠવાડિયા પહેલાં લાછકડી ગામેથી મેઘાના સસરા લેવા આવ્યા હતા. જ્યાં ત્રણ દિવસ રોકાયા બાદ ઘરે આવી હતી. મેઘાનો પતિ સુમિત ડાંગમાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને છેલ્લા દોઢ માસથી આવતો નહીં હોવાથી સુમિત મને નહીં રાખવાનો હોય એવું લાગતાં તેણીને મનદુઃખ થતાં પોતાના ઘરે કોઈ હાજર ન હોય ત્યારે રૂમમાં ફાંસો લગાવી મોતને વ્હાલું કર્યું હતું. મૃતકના પિતા લાલજીભાઈ પવાર (રહે.ખાટાઆંબા ગામ) નાએ વાંસદા પોલીસ મથકે જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application