ગાંધીનગર જિલ્લામાં ઉતરાયણ બાદ વાતાવરણમાં પલટો આવતા ઠંડી મોસમનો માહોલ જામ્યો છે. જોકે શુક્રવારે ૩ ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી આવીને અટક્યું છે.તો બીજી તરફ લઘુત્તમ તાપમાન ૧૦.૬ મારી ડિગ્રીએ પહોંચ્યું છે. ઠંડા પવનમાં ભેજના પ્રમાણમાં વધઘટ નોંધાવવાના કારણે હાલમાં નગરજનોને તીવ્ર બની રહેલી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં જાન્યુઆરી માસના બીજા સપ્તાહથી હવામાનમાં પલટો આવતા શિયાળાની મોસમ જામી હોય તે પ્રકારે ઠંડીનો ચમકારો અનુભવવા મળી રહ્યો છે. લઘુતમ તાપમાનના પારામાં ઘટાડો થઈ જવાના કારણે ઠંડા પવન વચ્ચે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાયો હતો.
ત્યારે હવામાનમાં ફેરબદલ થવાની સાથે સાથે થોડા દિવસ અગાઉ ઠંડીએ વિરામ લેતા ફરીથી તાપમાનના પારામાં વધારો નોંધાયો હતો .તો બીજી તરફ બે દિવસથી સતત તાપમાનના પારામાં ઘટાડો થવાના કારણે બદલાયેલા હવામાનથી ઠંડી આકરી બની રહી છે. તો શુક્રવારે શીતલહેરોના આક્રમણ વચ્ચે ૧ ડીગ્રીના ઘટાડાથી સવારનું તાપમાન ૧૦.૬ ડિગ્રી આવીને અટક્યું છે.તો ૨૪ કલાકમાં ૩ ડિગ્રીના ઘટાડા સાથે સાંજનું ૨૪.૫ ડિગ્રીએ નોંધાયું છે.
તો બીજી તરફ ભેજના પ્રમાણમાં પણ ઘટાડો થવાના કારણે નગરજનોને દિવસ દરમિયાન ઠંડીનો સામનો કરવો પડે છે.એક અઠવાડિયામાં લઘુત્તમ તાપમાનના પારામાં ચાર ડિગ્રીનો ઘટાડો થવાના કારણે ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.દિવસ અને રાત્રિના તાપમાનમાં અઢી ગણો તફાવત નોંધાવવા છતાં હાલમાં પાટનગરવાસીઓ આક્રમક બની રહેલી ઠંડીની મોસમનો સામનો કરી રહ્યા છે.સમગ્ર દિવસ દરમિયાન ઠંડા પવનો ફુકાવાના કારણે સવારથી નગરજનો ગરમ વસ્તુઓમાં સજ્જ થઈને અવરજવર કરતા નજરે પડયા હતા.આગામી દિવસોમાં ઠંડી વધશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500