વલસાડના કપરાડા કુંભઘાટ પર એક માસથી કોઈ પૈસાની લાલચમાં આવીને કેમિકલ ખાલી કરીને નાસી જતી ટોળકી સક્રિય થઈ હતી. આ ઘટનાને પગલે માંડવા ગામના લોકો ભેગા થઈને નક્કી કર્યું હતું કે, આ ત્રાહિત ઈસમોને કોઈપણ ભોગે પકડવું પડશે નહિ તો માણસ જાત માટે પણ આ ઝેરી કેમિકલ ઘાતક સાબિત થઈ શકે છે જેથી માંડવા ગામના લોકોએ ગંભીરતાને પારખી જઈ રોજેરોજ પેટ્રોલીંગ કરવા લાગ્યા હતા ત્યારે ગતરોજ મળસ્કે ચાર વાગ્યાની આસપાસ અંધારામાં કુંભઘાટ ઉપર શંકાસ્પદ કન્ટેનર નંબર એમએચ/18/બીજી/1518 ટ્રક ક્રોસમાં ઉભી જણાઈ આવતા માંડવા ગામના યુવકો સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સ્થળ ઉપર જઈને જોતા કન્ટેનર દ્વારા ખાડીમાં કેમિકલ ખાલી કરી રહ્યો હતો.
ત્યારે યુવકને જોઈ ચાલક ટ્રક મૂકીને ભાગવા લાગતા ગામના લોકોએ દોડીને ઝડપી લઈ ઈસમને કપરાડા પોલીસને સોંપી દીધો હતો. કપરાડા પી.એસ.આઈ.ને ઝેરી કેમિકલ હોવાનું લાગતા આ ઘટનાને ગંભીરતા પૂર્વક લઈ આ કેમિકલ ક્યાંથી આવ્યું છે અને કોણ ભરાવે છે તેની શોધખોળ હાથ ધરી હતી. આ કેમિકલ જીવલેણ જણાઈ આવે છે કોઈને પણ નુકસાન પહોંચાડી શકે છે એટલે તેની તાત્કાલિકના ધોરણે તપાસ કરવી જરૂરી જણાતા કપરાડા પી.એસ.આઈ.એ તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application