દેશભરમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નોંધારાને આધાર મળે અને છેવાડાનો માનવી પણ સ્વમાનભેર જીવી શકે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. જે અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ચાલતી ‘પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના’ હેઠળ રાજ્યની હજારો ગર્ભવતી મહિલાઓને આર્થિક સહાય મળી રહી છે. આ યોજના અંતર્ગત વલસાડના કકવાડી દાંતી ગામ ખાતે રહેતા અંજલીકુમારી વિમલભાઈ ટંડેલને ગર્ભાવસ્થા દરમિયાન બેંક ખાતામાં કુલ રૂ.૫૦૦૦ની આર્થિક સહાય મળી હતી.
વલસાડના કકવાડી દાંતી ખાતે રહેતા લાભાર્થી અંજલીબહેનેએ જણાવ્યું હતું કે, ૨૦૨૦માં એમની ગર્ભાવસ્થા દરમિયાન એમને ગામના આશાવર્કર બહેન દ્વારા આ યોજના વિશે માહિતી મળી હતી. જેથી આશવર્કર બહેને યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે અને ક્યાંથી અરજી કરવી એ વિશે જણાવ્યું હતું. ત્યારબાદ અમે ગામમાં આવેલા સરકારી આરોગ્યકેન્દ્ર ખાતે યોજના માટેનુ ફોર્મ ભરી અરજી કરી હતી. જેના થોડા જ સમય બાદ બેંક ખાતામાં સહાયની રકમનો પહેલો હપ્તો જમા થઈ ગયો હતો.
ત્યારબાદ બાકી રકમ બીજા બે(૨) હપ્તામાં સમયસર જમા થઈ હતી. આ સહાય દ્વારા મને ગર્ભાવસ્થા દરમિયાન અને હવે મારી દીકરીને પોષણયુક્ત ખોરાક મળી રહે છે. આ યોજના દ્વારા મળેલી સહાયને કારણે મારી અને મારી દીકરીની તંદુરસ્તી જાળવી રાખવામાં ખૂબ જ મદદ થઈ છે. તેમણે પોતાના જીવનને મદદરૂપ બનલી ‘પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના’ દ્વારા મળેલી આર્થિક સહાય માટે સરકારનો આભાર માન્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500