સુરત ખાતે રહેતા અને નિયોલ ખાતે કામ કરતો યુવક તેના અન્ય ત્રણ મિત્રો સાથે મોટરસાઇકલ લઈ અંત્રોલીનાં મામદેવનાં મંદિરે આવ્યા બાદ ધૂળેટીમાં ખરડાયેલો યુવક તળાવનાં નાહવા માટે પડ્યો અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેથી સ્થાનિક તરવૈયાએ બેભાન હાલતમાં યુવકને કાઢી હોસ્પિટલમાં ખસેડતા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યા હતો. મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રનાં જલગાવ જિલ્લાનાં અને હાલ સુરત શહેરના નીલગીરી-4માં આવેલ શ્રી નાથ સોસાયટીના મકાન નંબર 49માં મામા સાથે રહેતા ગોકુળ સંતોષ પાટીલ (ઉ.વ.25)નાઓ નિયોલ ગામે આવેલ કુરિયર કંપનીમાં પેકેજીગનું કામ કરે છે.
જોકે ગત તારીખ 8 માર્ચનાં રોજ ધુળેટીના તહેવાર નિમતે ગોકુળ પાટીલ અને મામાનો દીકરો ગણેશ અને નરેશ પાટીલ અને ગણેશ મધુકર પાટીલ સાથે 4 લોકો બે મોટરસાઇકલ પર નિયોલથી ચલથાણ તરફ હતા રસ્તા પર આવેલ અંત્રોલી ગામની સીમના મામદેવના મંદિરે આવ્યા હતા આ ચારેય મિત્રો મંદિરે પૂજા અર્ચના કર્યા બાદ ગોકુળ ધુળેટીમાં વધુ ખરડાયેલો હોવાથી તેને તળાવમાં નાહવાનું જણાવી તળાવ કિનારે ગઈ કપડા કાઢી તળાવમાં નાહવા માટે પડ્યો હતો, જ્યારે સાથે આવેલા ત્રણેય મિત્ર મંદિરમાં પૂજા માટે જ રોકાયા હતા. જોત જોતામાં ગોકુળ તળાવના ઊંડાપાણીમાં ડૂબી જતાં આસપાસ લોકોને બોલાવતા સ્થાનિક તરવૈયા દ્વારા ગોકુળને બેભાન અવસ્થામાં બહાર કાઢી પ્રાથમિક સારવાર અપાયા બાદ રિક્ષામાં ચલથાણની સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application