સુરતનાં મહુવા ખાતે રહેતી મહિલા નજીકનાં ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ ત્યારે પડોશમાં રહેતું દંપતીએ મહિલાને ખેતર માંથી વાળ પકડી માર મારતા મહિલાને ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટના અંગે ઇજાગ્રસ્ત મહિલાએ પડોશના દંપતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહુવા ખાતે વાછાવાડામાં નાયકી ફળિયામાં રહેતા કાતુભાઈ બાલુભાઈ નાયકાની પત્ની સરોજબેન ગુરુવારનાં સાંજે 4 વાગ્યાનાં અરસામાં પોતામાં ઘરની નજીક તકરારી ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ હતી.
તે સમયે તેમના પડોસમાં રહેતા ધર્મેશભાઈ કાતુભાઈ નાયકા અને તેની પત્ની મનીષા સરોજબેન પાસે આવી "તું કેમ આમારા આ ખેતર માંથી ઘાસ કાપવા દેતી નથી" તેમ કહી સરોજબેનના વાળ પકડી ખેતરની બહાર લાવી ઢીકામુક્કાનો માર માર્યો અને પેટના લાત મારી હતી તેમજ ધર્મેશભાઈએ નજીક પડેલી કપચીના ટુકડા સરોજબેન પર ફેંકતા સરોજબેનને કપાળમાં ઇજાઓ થઈ હતી.
જોકે સરોજબેને બુમાબુમ કરી મુકતા સરોજબેનના પરિવાર જનો આવી પહોંચ્યા હતા અને સરોજબેનને વધુ મારથી બચાવ્યા હતા અને 108ની મદદથી સરોજબેને મહુવાની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સરોજબેન પડોસમાં રહેતા દંપતી મનીષાબેન અને ધર્મેશભાઈ નાયકા વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500