Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : કાર અને બાઈક વચ્ચે અકસ્માત : બાઈક સવાર પતિ-પત્ની અને બાળક ઇજાગ્રસ્ત

  • December 05, 2022 

સુરતનાં માંગરોળ તાલુકાનાં વાંકલ મોસાલી ચાર રસ્તા મુખ્ય માર્ગ પર આંબાવાડી ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર પતિ-પત્ની અને બાળક ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે કાર ચાલકને સામાન્ય ઇજાઓ થઈ હતી. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાનાં હાસોટ તાલુકાનાં વાલનેર ગામનાં ભાવેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા પત્ની જીજ્ઞાબેન અને બાળક યસ કુમાર (ઉ.વ.5 સાથે બાઈક લઈને પોતાની સાસરીમાં માંગરોળનાં ખરેડા ગામે આવ્યા હતા અને કામકાજ પૂર્ણ કરી તેઓ પરત પોતાના ગામ વાલનેર જવા માટે બાઈક ઉપર સાંજના સમયે નીકળ્યા હતા.




તે સમયે આંબાવાડી ગામ નજીક મોસાલી તરફથી આવી રહેલ મારુતિ કાર નંબર GJ/05/CD/0026 સાથે અકસ્માત સર્જાયો હતો જોકે કારમાં પતિ-પત્ની અને બાળક હતા, જેમાં કાર ચાલકને સામાન્ય ઇજાઓ થઈ હતી, જ્યારે બાઈક સવાર ભાવેશભાઈને તેમજ પત્ની જીજ્ઞાબેનને ઇજાઓ થઈ હતી તેમજ 5 વર્ષનાં યસ કુમારને પગે ફેક્ચર થયું હતું જેથી ત્રણેયને સારવાર માટે સુરત ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ માંગરોળ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનો કબ્જે લીધા હતા. જયારે કાર ચાલક માંગરોળ ગામના હોવાનું જાણવા મળેલ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News