Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Court Order : સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર આરોપીને 10 વર્ષની સજા

  • January 10, 2023 

બે વર્ષ અગાઉ ઊન વિસ્તારમાં 16 વર્ષની સગીરાને લગ્નની લાલચે વડોદરા અને બાદમાં અજમેર ભગાડી જઈ તેની સાથે બળાત્કાર ગુજારનારા આરોપીને કોર્ટે 10 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી દિપેશ દવેએ આરોપીને કડક સજા કરવા અંગેની દલીલો કરી હતી. સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદની હકીકત મુજબ ઊન વિસ્તારમાં રહેતી એક સગીરાને આરોપી હુસૈન અમરસિંહ મહિડા લગ્નની લાલચે ભગાવી ગયો હતો અને પીડિતાને રાજસ્થાન સહિતની જગ્યાએ લઇ જઇને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.




જયારે પોલીસ ફરિયાદ થતાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામેનો કેસ ચાલી જતાં દલીલોનાં આધારે આરોપીને 10 વર્ષની સજા, રૂપિયા 25 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો. જોકે કોર્ટે પીડિતાને વળતરરૂપે રૂપિયા 25 હજાર આપવાનો પણ આદેશ કર્યો હતો. વધુમાં પીડિતાને પીઠનાં ભાગે દુ:ખતુ હોય અને આરોપી ફરિયાદીને ઓળખતો હોય તે સગીરાને હોસ્પિટલમાં X-ray કરાવવા હુ લઇ જાઉં છું એમ કહીને હોસ્પિટલ લઇ ગયો હતો અને બાદમાં તેઓ ઘરે પરત ફર્યા નહતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application