હાલમાં રી-રીલિઝમાં સફળ થયેલી ફિલ્મ 'સનમ તેરી કસમ'નો બીજો ભાગ આવતાં વર્ષે વેલેન્ટાઈન ડે વખતે રીલિઝ કરાશે. ફિલ્મના સર્જક વિનય સપ્રુ તથા રાધિકા રાવે જણાવ્યું હતું કે, ફિલ્મ જ્યારે બનાવી ત્યારથી જ તેના બે ભાગની કલ્પના હતી. આથી ફિલ્મના બીજા ભાગની તૈયારી બહુ લાંબા સમય પહેલાં શરુ થઈ ચૂકી હતી. ફિલ્મના બીજા ભાગની સ્ટોરી અને ગીતો પણ તૈયાર થઈ ગયાં છે. ૨૦૧૬માં આ ફિલ્મે ફક્ત નવ કરોડનું કલેક્શન કર્યું હતું. જોકે તાજેતરમાં રી-રીલિઝ વખતે તે ૨૮ કરોડથી વધુનું કલેક્શન કરી ચૂકી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application