રાજપીપળા સબજેલ પાસે રહેતા અને છૂટક ફેરીનો ધંધો મજૂરી કરતા 50 વર્ષીય ગુલામ રસુલખાન પઠાણે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ તેમણે ગરૂડેશ્વર મેઇન બજારમાં રહેતા મીના ચંદુભાઇ ભૈયા (કહાર) પાસેથી માસિક 10 ટકાનાં વ્યાજે 11 હજાર રૂપિયા લીધા હતા. જયારે અમુક મહીને ફરી વ્યાજ આપવાનું મોડુ કરતા હોય તેમ જણાવી તેમની TVS એક્ષલ મોટરસાયકલની ઓરીજનલ RC બુક માગી લીધેલી અને તેમની પાસેથી આ બહેને 11 હજારનું માસિક 10 ટકા વ્યાજ લેખે 24 મહીના સુધી દર મહીને 1100 રૂપિયા વ્યાજ સહીત રૂપિયા 26,400/- આપી દીધા હતા.
જોકે વર્ષ-2022નાં વર્ષમાં દિવાળીના સમયમાં રસૂલ પઠાણે રૂપિયા 11 હજાર મુળ રકમમાંથી ઓછા થશે તેમ વિચારી રૂપિયા 4 હજાર આપેલા હતા. જે મળી કુલ રૂપિયા 30,400/- રોકડા લીધેલા હોવા છતાં આ બહેન મૂળ રકમ તથા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ગમે તેમ અપશબ્દો બોલી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા ગરુડેશ્વર પોલીસે મીનાબેન ભૈયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application