નર્મદા જિલ્લાનાં એડી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલેલા એન.ડી.પી.એસ. કેસમાં પકડાયેલા ઉકડીયાભાઈ મીરાભાઈ વસાવાને એન.ડી.પી.એસ. એકટની કલમ 8(બી), 20(એ) મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે અદાલતની ઈન્સાફી કાર્યવાહીમાં સરકારી વકીલની ધારદાર દલીલો અદાલતે ગ્રાહ્ય રાખી હતી. જોકે નામદાર એડી.સેસન્સ જજ એન.એસ. સીદીકીનાએ ગુનેગાર ઠેરવી પાંચ(5) વર્ષની કેદની સજા અને રૂપિયા 50,000/–નાં દંડની સજાનો હુકમ કર્યો હતો. મળતી વિગતો અનુસાર, ઉકડીયાભાઈ મીરાભાઈ વસાવા પોતાના ઘરના વાડામાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી ગાંજાના જથ્થાનું વેચાણ કરતા હતા.
જોકે સારું ગાંજાનાં ફુલ, નાના મોટા છોડનાં નંગ-81 મળી કુલ વજન 19 કીલો 420 ગ્રામ રૂપિયા 58,260/-નાં મુદામાલ સાથે પકડાઈ જઈ ગુન્હો કર્યો હતો. જે કેસ ગુરુવારે રાજપીપળાની એડી.સેસન્સ કોર્ટના જજ એન.એસ. સીદ્દીકીની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં ફરીયાદી તરફે જિલ્લા સરકારી વકીલ હતા. ફરીયાદ પક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરતા કોર્ટે આ પુરાવાઓને ધ્યાનમાં રાખી એન.ડી.પી.એસ.એકટની કલમમાં ઉકડિયા વસાવાને ગુનેગાર ઠેરવી 5 વર્ષની કેદની સજા અને રૂપિયા 50,000/–નાં દંડની સજાનો હુકમ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500