Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવાનાં વાંગન ગામે દીપડો નજરે પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો

  • December 02, 2024 

ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં સાકરપાતળ રેંજમાં લાગુ આહવા તાલુકાનાં વાંગન ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો હતો. જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે દક્ષિણ ડાંગ વન વિભાગના ડી.સી.એફ.નાં માર્ગદર્શન હેઠળ સાકરપાતળ રેંજના આર.એફ.ઓ.ની ટીમે પાંજરું ગોઠવ્યું હતું. આ દીપડો અવાર નવાર વાંગન ગામમાં આવી જતો હતો. જેથી ગ્રામજનોએ વન વિભાગમાં અરજી કરી હતી.


જેના અનુસંધાનમાં સાકરપાતળ રેંજ દ્વારા પાંજરું ગોઠવતા રાત્રીના અરસામાં આ દીપડો પાંજરે પુરાયો હતો અને હાલમાં વન વિભાગની ટીમે આ દીપડાને સુરક્ષિત રીતે પકડી પાડી નેશનલ પાર્ક વાંસદા ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે ગામના સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને સાકરપાતળ વન વિભાગનાં અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે વાંગન ગામ નજીક આવેલ નડગખાદી ગામમાં દીપડાનાં હુમલાના પગલે એક માણસનું મોત નીપજ્યું હતું. જ્યાં ડાંગ કલેક્ટરશ્રીએ દીપડાના હુમલામાં મૃત્યુ પામેલા ઇસમની અંતિમયાત્રામાં હાજરી આપી હતી અને તેના પરિવારને આ દુ:ખના સમયમાં નુકસાન સહન કરવાની સાંત્વના પાઠવી હતી અને ત્યારબાદ દક્ષિણ વન વિભાગની ટીમ દ્વારા કુલ ચાર દીપડાને પાંજરામાં કેદ કરવામાં આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application