Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોરીદ્રા ગામના ઢાળ પર હાઈવા ટ્રક અને કન્ટેનર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો

  • February 21, 2025 

રાજપીપળાથી ૧૧ કિલોમીટર દૂર બોરીદ્રા ગામના ઢાળ પર હાઈવા ટ્રક અને કન્ટેનર વચ્ચે તારીખ ૨૦ નારોજ સવારે ૮થી ૧૦ વાગ્યાના સમય દરમ્યાન સામસામે અથડાતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. હાઈવા ટ્રક અને કન્ટેનર આસપાસના ખાડાઓમાં ખાબકતાં હાઈવા ટ્રક ચાલકનો ચાલક કેબિનમાં ફ્સાઈ ગયો હતો અને તેના પગ બંને ફ્સાઈ ગયા હતા. બોરીદ્રા અને આસપાસના યુવકો દોડી આવ્યા હતા અને હાઈવાના ટ્રક ચાલકને મહામહેનતે બહાર કાઢ્યો હતો અને તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ લઈ જવામાં આવ્યો હતો.


કન્ટેનરના ડ્રાઈવર અને કિલિનરનો આબાદ બચાવ થયો હતો. જયારે મોટી જાનહાનિ થતી થતી રહી ગઈ હતી. મળતી માહિતી મુજબ, રાજપીપળાથી ૧૧ કિલોમીટર દૂર ડુંગરમાં બોરીદ્રા ગામના ઢાળ પાસે પાઉડર ભરેલા હાઈવા ટ્રક મોવી તરફ જઈ રહ્યો હતો. અને પેપરના રોલ ભરેલું કન્ટેનર નાગપુરથી ગાંધીનગર તરફ જઈ રહ્યું હતું ત્યારે ભયાનક અકસ્માત થયો હતો. હાઈવા ટ્રકનો ડ્રાઈવર ફસાઈ ગયો હતો. તેના બંને પગ ફસાઈ ગયા હતા. આસપાસના લોકોએ મહામહેનતે બહાર કાઢ્યો હતો. ડ્રાઈવરને ઈજાઓ થઈ હતી. કન્ટેનરના ડ્રાઈવર અને કલિનરનો આબાદ બચાવ થયો હતો.અકસ્માત સ્થળે ૧૦૮ અને પોલીસ દોડી આવી હતી. કન્ટેનરમાંથી પેપરના રોલ દૂર દૂર વેરણછેરણ થઈ ગયા હતા. હાઈવા ટ્રક અને કન્ટેનર વચ્ચે ભયાનક અકસ્માત થયો પણ મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માત સ્થળે લોકોના ટોળાં. ઉમટી પડ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application