ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગામમાં બે વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરીને અલગ અલગ સ્થળોએ લઈ જઈ તેની ઉપર બળાત્કાર ગુજારવા બદલ પરિચિત પરિણીત યુવાન સામે જ ગુનો દાખલ થયો હતો. જે કેસ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસની મળતી વિગતો પ્રમાણે, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગામમાં રહેતી સગીરાને આરોપી પ્રહલાદજી રાધાજી ઠાકોર (રહે. વડવાસા તાલુકો દહેગામ) શાળા લેવા મુકવા માટે જતો હતો. સગીરા સાથે પરિચય થયા બાદ તેણે તેણીનું અપહરણ કરી લીધું હતું અને ત્યારબાદ પ્રાંતિજ, રાજકોટ અને રાજસ્થાનમાં લઈ જઈ સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
બીજી બાજુ પરિવારજનો સગીરાને શોધી રહ્યા હતા. આરોપી પ્રહલાદજી તેણીનું અપહરણ કરી ગયો હોવાનું બહાર આવ્યું હતું અને જે સંદર્ભે દહેગામ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે આ કેસ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો જજ એસ.ડી મહેતાની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ સુનિલ એસ. પંડયા દ્વારા ભોગ બનનાર, સાહેદ અને તબીબની જુબાની લેવામાં આવી હતી. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે આરોપીને સમાજમાં દાખલો બેસે તે પ્રકારે રજા કરવા માટે માંગણી કરવામાં આવી હતી. જેના પગલે કોર્ટ દ્વારા બળાત્કાર અને પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો તેમજ ભોગ બનનાર સગીરાને ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application