નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકાનાં રાનકુવામાં ૪૫ વર્ષીય વિધવા શિક્ષિકા લતાબેનના ઘરમાં તેઓ પોતે અને એક નિવૃત શિક્ષક છોટુભાઈ રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવતા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી પેનલ પીએમ કરાવી વધુ તપાસ હાથ પરી હતી. ગતરોજ વહેલી સવારે વિધવા શિક્ષિકા પોતાના ઘરમાં મૃત હાલતમાં નીચે પડેલી હતી. તો બીજી તરફ તેના જ ઘરમાં નિવૃત શિક્ષક ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો બંન્ને અગાઉ એક જ શાળામાં નોકરી કરતા હતા ત્યારથી એકબીજાના પરીચયમાં હતા. ઉપરોક્ત બનાવને પગલે સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અનેક તર્કવિતર્કથી રહયા હતા.
આ બનાવ પ્રેમ પ્રકરણનો કરુણ અંજામની આશંકા સેવાઈ રહી છે. મળતી માહિતી મુજબ, ચૈતન ગમનભાઈ પટેલા (રહે.સારવણી, ફણસપાડા, તા.ચીખલી, જિ.નવસારી)એ આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેની નાની બહેન લતાબેનના લગ્ન ગણદેવી તાલુકાનાં અમલસાડનાં દિપકભાઈ સાથે થયા હતા તેમનો દીકરો હાલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે. વર્ષ ૨૦૦૦ના વર્ષમાં દિપકભાઈનું મૃત્યુ થયા બાદ છેલ્લા દસેક વર્ષથી લતાબેન રાનકુવામાં શિવદર્શન સોસાયટીમાં મકાન લઈ રહે છે લતાબેન વાંસદા તાલુકાનાં પ્રતાપનગર ખાતે રહેતા છોટુભાઈ રણછોડભાઈ પટેલ (ઉ.વ.૬૩) સાથે અગાઉ એક જ શાળામાં નોકરી કરતા હતા.
ત્યારથી બંન્ને વચ્ચે ઓળખાણ થયેલી અને છોટુભાઈ અવાર નવાર લતાબેનના ઘરે આવતા જતા હતા આ દરમિયાન સોમવારના રોજ સવારના સમયે લતાબેનનાં ઘરમાં નિવૃત શિક્ષક છોટુભાઈ હોલમાં સિલિંગ પંખા જોડે ઓઢણી વડે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યા હતા જયારે શિક્ષિકા લતાબેન બેડરૂમમાં જવાના પેસેજમાં ઉલ્ટા મોઢે મરણ પામેલી હાલતમા જોવા મળ્યા હતા. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે ધસી આવી ઘરનો મેઈન દરવાજો બંધ હોય બારી ની ગીલ તોડી ઘરમાં પ્રવેશી મેઈન દરવાજો ખોલી પોલીસે લાશનો કબ્જો લઈ પેનલ પીએમ માટે તજવીજ હાથ ધરી છે. મરણ જનાર લતાબેનને ગળામાં ફાંસી ખાધેલાના નિશાન જોવા મળ્યા હતા લતાબેન હાલમાં પ્રતાપનગરની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યુ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500