ડાંગનાં સુબીર તાલુકાનાં દહેર ગામે રહેતા ધર્મુભાઈ દેવજુભાઇ ચૌધરીને સોમવારે રાત્રે ગામમાં રહેતા લાદુભાઈ ગોમાભાઈ કુળી સાથે મારામારી અને ઝઘડો થયો હતો. જેથી લાદુભાઈ કુળીએ સુબીર પોલીસ મથકે મંગળવારે ધર્મુભાઇ ચૌધરી વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. ધર્મુભાઇ ગામના આગેવાન તરીકે ઈજ્જતદાર વ્યક્તિ હતાં. જેથી તેમને મનમાં લાગી આવતા મન દુઃખ થયું હતું અને મંગળવારે રાત્રી દરમ્યાન તેમણે તેમના મકાનમાં આવેલ અંદરના રૂમમાં લાકડાની પાટલી સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે સુબીર પોલીસ મથકે મરનાર ધર્મુભાઈના પુત્ર મહેન્દ્રએ અકસ્માત મોત ગુનો નોંધાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application