સાંસ્કૃતિક કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શ્રદ્ધાભાવથી રચિત “આવતી કળાય માડી આવતી કળાય" ગરબો રજૂ કરાયો વડાપ્રધાનશ્રી અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ, ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં નાગરિકોને જોડી ઓકટોબર-૨૦૨૪ની તા. ૦૭ થી તા.૧૫ દરમિયાન "વિકાસ સપ્તાહ" ઉજવણીનું આયોજન રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ કરાયું છે. જિલ્લા વહીવટી તંત્ર ધ્વારા ભરૂચ ખાતે વિકાસ પદયાત્રા-૨૦૨૪ તથા સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે સીટી સેન્ટર ભરૂચ અને અંકલેશ્વર મા શારદા ભવન ટાઉન હોલ ખાતે પણ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
હાલમાં સમગ્ર રાજ્યમાં નવરાત્રીના પાવન પર્વની હર્ષભેર ઉજવણી ચાલી રહી છે. મા નવદુર્ગાના પૂજા અર્ચન સાથે લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક આ પર્વને મનાવી રહ્યા છે. ત્યારે માતા દુર્ગાને સમર્પિત “આવતી કળાય”નામનાં ગરબાની પ્રસ્તૃતિ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં રાજ્યનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ દ્નારા આયોજિત વિકાસ પદયાત્રા, અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શ્રદ્ધાભાવથી લખવામાં આવેલો “આવતી કળાય માડી આવતી કળાય" ગરબા સાથે બીજા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ વેળાએ, ભરૂચ ખાતે ધારાસભ્યશ્રી રમેશ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે, તેમજ અંકલેશ્વર ખાતે ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલ, અન્ય પદાધિકારીશ્રીઓ, જિલ્લા આગેવાનશ્રીઓ,બાંધકામ સમિતિના ચેરમેન અને અન્ય મહાનુભાવો અને નગરજનોની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500