વડોદરા શહેરનાં ગોત્રીમાં યશ કોમ્પ્લેક્સ પાસે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા ફરી એકવાર હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કોર્પોરેશનને જાણ થતા તેઓએ સ્થળ પર પહોંચી જઈ પાણી લીકેજના સમારકામની શરૂઆત કરી હતી. વડોદરા શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી કક્ષાની કામગીરી કરવાને કારણે અવારનવાર પાણી ડ્રેનેજની લાઈનોમાં ભંગાણ પડતા રહે છે એટલું જ નહીં યોગ્ય રીતે માટી પુરાણ કરતા નહીં હોવાથી અનેક વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ઠેર-ઠેર ભૂવા પડ્યા હતા. ફરી એકવાર ગોત્રી વિસ્તારમાં આવેલા યશ કોમ્પ્લેક્સ પાસે મુખ્ય રસ્તા પર પાણીની લાઈનમાં ભંગાણ પડતા આખા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પાણીની લાઈનમાં ભંગાણ પડવાને કારણે હજારો લિટર પાણી વેડફાયાની સાથે સાથે અંદાજે એક લાખથી વધુ લોકોને પીવાના પાણીની તંગી સર્જાઇ હતી. ત્યારે કોર્પોરેશનને આ બાબતની જાણ થતા સ્થળ પર પહોંચી જઈ કામગીરી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application