મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં સરૈયા ગામનાં નિશાળ ફળિયામાં ઘર આંગણામાં પાર્ક કરેલ બાઈકની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા [પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારાનાં સરૈયા ગામનાં નિશાળ ફળિયામાં રહેતા નંદુભાઈ કાંતિલાલ ગામીત (ઉ.વ.૪૫)જેઓ ખેતી કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે જયારે ગત તારીખ ૧૫/૧૦/૨૦૨૪નાં રોજ રાત્રિના સમયે જમી પરવારીને ઊંઘી ગયા હતા અને તેમના કબ્જાની હોન્ડા કંપનીની કાળા કલરની બાઈક નંબર જીજે/૨૬/આર/૮૫૪૪ને ઘરના આંગણામાં પાર્ક કરી હતી. જોકે પાર્ક કરેલ જગ્યા પર બાઈક નહિ જોવા મળતા બાઈકને આસપાસનાં વિસ્તારમાં અને આજુબાજુ જોતા તેમ છતાં બાઈક મળી આવી ના હતી જેથી બાઈક જેની કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ગયો હોવાનું સમજાવ્યું હતું. બનાવ અંગે નંદુભાઈ ગામીત નાંએ તારીખ ૧૭/૧૦/૨૦૨૪નાં રોજ અજાણ્યા બાઈક ચાલક સામે વ્યારા પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application