Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં વીરપુર ગામની સીમમાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત, બાઈક ચાલક ઈજાગ્રસ્ત

  • October 26, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં વીરપુર ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઈવે રોડ ઉપર વ્યારા બાઈપાસ પાસે હાઈવા ટ્રક ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી લાવી બાઈકને અડફેટમાં લેતા બાઈક સવાર મહિલાનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું, જયારે બાઈક ચાલકને શરીરે ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે હાઈવા ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


મળતી માહિતી મુજબ, વ્યારાનાં વિરપુર ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર વ્યારા બાયપાસ પાસે તારીખ ૨૩/૧૦/૨૦૨૪નાં રોજ એક હાઈવા ટ્રક નંબર જીજે/૨૬/યુ/૬૩૨૮નાં ચાલક મંયકભાઈ હીરજીભાઈ ચૌધરી નાઓએ પોતાના કબ્જાનો હાઇવા ટ્રકને બેદરકારીથી હંકારી લાવી રહ્યો હતો. તે સમયે રસિકભાઈ દુલાભાઈ ચૌધરી (ઉ.વ.૫૦., રહે.પાંચપીપળા ગામ, સબસીડી ફળિયું, સોનગઢ)નાંઓની બાઈક નંબર જીજે/૨૬/એસ/૯૭૮૨ને અડફેટમાં લઈ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈકની પાછળ બેસેલ અરૂણાબેન અરવિંદભાઇ ગામીત (ઉ.વ.૪૬., રહે.પાંચપીપળા ગામ, સબસીડી ફળીયુ,સોનગઢ) નાઓને શરીરે ગંભીર ઈજા પોંહચાડી સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. જયારે બાઈક ચાલક રસિકભાઈને શરીરે તથા ડાબા હાથે કોણીનાં નીચેનાં ભાગે ઘરસરકા તેમજ ડાબા પગનાં પંજા પાસે ઘસરકા તથા પીઠનાં ભાગે ઘરસકાની ઇજા પહોંચી હતી. જયારે હાઇવા ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે રસિકભાઈ ચૌધરી નાંએ વ્યારા પોલીસ મથકે હાઇવા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application