Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લાંચ પેટે પૈસા માંગવા માટે બટાકા શબ્દનો પ્રયોગ કરનાર પોલીસ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયો

  • August 11, 2024 

ઉત્તર પ્રદેશમાંથી અવારનવાર એવા કિસ્સાઓ સાંભળવા મળે છે જેને સાંભળીને હસવું પણ આવી જાય અને ત્યાંના તંત્રની પોલ પટ્ટી પણ ખુલી જાય. તાજેતરનો મામલો પણ એવો જ છે. અહીં એક પોલીસ અધિકારીએ લાંચ માગવા માટે અનોખો રસ્તો અપનાવ્યો. મામલો કંઇક એવો છે કે લાંચ પેટે પૈસા માગવા માટે તેણે પૈસા શબ્દનો પ્રયોગ ન કર્યો પણ એની જગ્યાએ બટાકા શબ્દનો પ્રયોગ કર્યો. જ્યારે મામલાનો ખુલાસો થયો તો સૌ કોઇ ચોંકી ગયા અને પોલીસ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયો.


ખરેખર તો આ મામલો સૌરિખ પોલીસ સ્ટેશનની હદમાં આવતી ભાવલપુર છાપુ પોલીસ ચોકીમાં બન્યો હતો. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બટાકા શબ્દનો પ્રયોગ લાંચ માટે કોડવર્ડ તરીકે પોલીસ અધિકારી દ્વારા ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી, જ્યારે પોલીસ અધિકારી રામક્રિપાલ સિંહનો કેસની પતાવટ કરવા માટે લાંચ માંગતો વીડિયો વાઇરલ થયો. કનૌજના એસ.પી. અમિતકુમાર આનંદને જ્યારે આ ઘટનાની જાણ થઇ તો તેમણે તાત્કાલિક એક્શન લેતાં પોલીસ અધિકારીને સસ્પેન્ડ કર્યો હતો.


આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખેડૂતની પાસેથી પાંચ કિલોગ્રામ બટાકાની માંગ કરતો દેખાય છે. ત્યારે પીડિત વ્યક્તિ તેની આ માગને પૂરી કરવામાં અસમર્થ હતો. મામલાની પતાવટ માટે પીડિત વ્યક્તિએ પોલીસ અધિકારીને અપીલ કરી હતી કે મારી પાસે ફક્ત બે કિલો બટાકા જ છે. ત્યારબાદ પીડિત ખેડૂત અને પોલીસ અધિકારી વચ્ચે ભાવ-તાલ થાય છે અને પોલીસ અધિકારી 3 કિલો બટાકા લેવાની શરતે માની ગયો હતો. તમને જણાવી દઈએ કે અહીં વીડિયોમાં  એક કિલો બટાકા એટલે એક હજાર રૂપિયાની વાત થઇ રહી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application