દિલ્હીનાં જેતપુરની એક ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષીય ડોક્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નીમા હોસ્પિટલના સ્ટાફના જણાવ્યા અનુસાર મોડી રાત્રે બે કિશોરો હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમાંથી એકે પોતાના ઇજાગ્રસ્ત અંગૂઠાનું ડ્રેસિંગ બદલવાનું કહ્યું. કિશોરને આગલી રાત્રે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ડ્રેસિંગ કર્યા પછી, કિશોરોએ કહ્યું કે,'મારે પ્રિસ્ક્રિપ્શનની જરૂર છે અને યુનાની દવાના ડોક્ટર ડો.જાવેદ અખ્તરને મળવું છે.
થોડીવાર પછી, નર્સિંગ સ્ટાફને ગોળીનો અવાજ સંભળાયો. તેઓ ડોક્ટરની કેબિનમાં પહોંચ્યા અને જોયું કે ડોક્ટરનાં માથામાં ગોળી મારી છે અને તેમના માથામાંથી લોહી નીકળતું હતું. હોસ્પિટલ સ્ટાફે પોલીસને જણાવ્યું હતું કે, આરોપીઓની ઉમર 16 કે 17 વર્ષની આસપાસ હશે. કોઈપણ લડાઈ વગર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાથી પોલીસને આ ટાર્ગેટેડ કિલિંગનો મામલો લાગે છે, જેના કારણે જ રાત્રે હુમલાખોરો તપાસ માટે આવ્યા હોઈ શકે છે. પોલીસ હવે શંકાસ્પદોની ઓળખ કરવા માટે હોસ્પિટલની અંદર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500