સોનગઢના સીવીલ કોર્ટ કેમ્પસ ખાતે શુક્રવારનાં રોજ ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. સીવીલ કોર્ટ, સોનગઢનાં પ્રિન્સીપાલ સીવીલ જજશ્રી એ.એમ.પાટડીયા તથા એડી. સીવીલ જજશ્રી જે.બી.શર્મા સાથે સોનગઢ બાર એસોશિયેશનના પ્રમુખશ્રી જે.એલ.ગિરાસે, વિધ્વાન વકીલશ્રીઓ, કોર્ટ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા. યોગ ટ્રેનર શ્રી દિનેશભાઈ દુસાને દ્રારા વિવિધ યોગાસાન તથા પ્રાણાયમ કરાવવામાં આવ્યા હતા તથા તેઓ દ્રારા યોગ દિવસનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે જજ સાહેબશ્રી એ.એમ.પાટડીયા દ્રારા જણાવવામાં આવ્યું હતું કે, આધુનિક યુગમાં હરણફાળ ગતિએ ચાલતા જીવનમાં વ્યક્તિ પ્રતિદિન શારીરિક તથા માનસિક બીમારીઓથી પિડાતો હોય છે. યોગ વ્યકિતને તંદુરસ્ત જીવન બક્ષે છે. આમ સોનગઢ કોર્ટમાં યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application