હાલ સુધી ખેતીનો સંપૂર્ણ આધાર આબોહવા અને કુદરત પર રહેતો હતો. પણ નવા યુગ સાથે નવી ટેકનોલોજીનો ઉપયોગ વધતાં કૃષિક્ષેત્ર પણ જમાના સાથે તાલ મિલાવી રહ્યું છે. હવે 'ગ્રીન હાઉસ'ના કન્સેપ્ટથી ખેડૂતો પાકને વૈજ્ઞાનિક પધ્ધતિથી અનુકૂળ વાતાવરણ સર્જીને મબલખ પ્રમાણમાં ઈચ્છિત પાક મેળવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ જગતનો તાત સમૃદ્ધ થાય તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જંગી ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર બને એવા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજય સરકારે કૃષિ મહોત્સવની શરૂઆત કરી ત્યારથી જ કૃષિ અર્થતંત્રમાં બદલાવ આવ્યો છે. હજારો ખેડૂતોએ આધુનિક ટેકનોલોજી અપનાવીને પોતાની આવક બમણી કરી છે.
નવસારી જિલ્લામાં ગ્રીન હાઉસથી ખેતી કરતા ખેડૂતોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. તેનું કારણ છે ગ્રીનહાઉસ-નેટહાઉસ ખેતીથી નિંદામણના અને રોગ-જીવાતોના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો તેમજ ઉત્પાદનમાં વધારો. સાથે સાથે પાણીના વપરાશમાં બચત અને મજૂરી ખર્ચમાં ઘટાડાનો પણ લાભ મળે છે. સાદી ભાષામાં કહીએ તો ગ્રીનહાઉસ ટેક્નોલોજી એટલે બંધ કવરમાં વાતાવરણ, તાપમાન અને ભેજ નિયંત્રણની સચોટ વ્યવસ્થા હેઠળ કરાતી નવા જમાનાની ખેતી.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાનપુર ગામના ખેડૂત સુમનભાઈ શંકરભાઈ ગાવિત ખેતીમાં ગ્રીન હાઉસ ટેકનોલોજીથી શાકભાજીના ઉપયોગથી પ્લગ ટ્રે મા શાકભાજી જેવા કે મરચી, ટમેટી, રીંગણ, કારેલા, દુધી, કોબી, ફલાવર, વગેરે ઉછેરવાનું ચાલુ કરી પ્રથમ વર્ષે બે લાખ ગુણવત્તા સભર છોડ ઉછેરી આસ પાસના ૧૫ થી ૨૦ ગામોના ખેડુતોને પ્રતિ છોડ એક રુપિયાના ખર્ચે પુરા પાડ્યા.
સુમનભાઈ જણાવ્યું કે, વર્ષે ૨૦૨૧મા મે, ખેડુતોની માંગ વધતા આશરે છ લાખ જેટલા ધરુ ઉછેરને આશરે ૩૦ ગામોના ખેડુતોને પુરા પાડ્યા. ધરુ ઉછેર માટે જગ્યા ઓછી પડતા વર્ષ ૨૦૨૧—૨૨માં ફરી રાજ્ય સરકારની બાગાયત વિભાગ દ્વારા ચાલતી ૫૦૦ ચો.મી. ની પ્લગ નર્સરી યોજનામા સહાય મેળવીને વધારે ૫૦૦ ચો.મી.નુ પ્લાસ્ટિકનું ઘર બનાવ્યુ અને સાથે સાથે વર્ષ ૨૦૨૧—૨૨માં મે પ્લગ નર્સરીની ટ્રે ભરવા અને રાખવા માટે બાગાયત વિભાગની એન.એમ.એસ.એ. યોજનામાંથી પેક હાઉસ બનાવવાની યોજનામાં સહાય મેળવી.
ગયા વર્ષે વાંસદા તાલુકાના ૭ અને તાપી જિલ્લાના ૪ ખેડુતોએ પોતાને ત્યા સરકારશ્રીની સહાયથી પ્લગ નર્સરી બનાવી છે. આખા વર્ષમાં સુમનભાઈ ત્યા આશરે ૧૨૦૦—૧૫૦૦ ખેડુતો મુલાકાતે આવ્યા છે જેમને બાગાયતી ખેતીથી શુ વધારે ફાયદા થાય અને તે કેવી રીતે કરવી જોઇએ તે અંગે પણ મર્ગદર્શન અન્ય ખેડૂતને પુરુ પાડ્યુ છે. સરકારશ્રીની આવી ખેડુતોને પ્રોત્સાહીત કરતી યોજનાઓની જાણકારી તથા શિક્ષણ તેઓ આસપાસના ખેડૂતો આપે છે.
સુમનભાઈ ગાવિત સરકારશ્રી દ્વ્રારા મળેલ સહાયથી મળેલ લાભ વિશે કહ્યું કે વર્ષ-૨૦૨૦-૨૧ મને આ ધરુ વેચાણથી રૂ. ૧,૦૦,૦૦૦/-ની ચોખ્ખી આવક મળી હતી અને વર્ષ ૨૦૨૧-૨૨માં મને રૂ. ૪,૦૦,૦૦૦/- લાખની આવક મળી છે. આવી વિવિધ યોજનાઓનો લાભ ખુબજ સરળતાથી આપવા માટે હુ સરકારશ્રીનાં બાગાયત વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રનો ખુબ આભારી છુ. કોઇ ખેડુત મિત્ર આ રીતે પ્લગ નર્સરીમાં ધરુ ઉછેર ચાલુ કરવા માંગતા હોય અને કાઈ માર્ગદર્શનની જરુર હોય તો વિના સંકોચે મારી નર્સરીની મુલાકાત લઈ શકે છે. સુમનભાઈ ગાવિત જણાવે છે કે, ખરેખર જેમણે સારી રીતે મહેનત કરવી છે તેઓ માટે સરકારશ્રીની આવી લોક ઉપયોગી યોજનાઓ ખુબજ મદદરુપ બને છે અને આવી યોજનાઓના લાભને કારણે ખેડૂત વધારે સાહસ કરી ઝડપથી આગળ વધી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500