ભારતમાં આઝાદીનો અમૃત મહોત્સવ કસુંબલ રંગે ઊજવાઈ રહ્યો છે અને સાથે સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ ઊજવાઇ રહી છે ત્યારે રાષ્ટ્રીય શાયરના કાવ્યોમાં પ્રગટતી રાષ્ટ્રીય ચેતના વિષય પર કવિ, સાહિત્યકાર અને નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી નૈષધભાઈ મકવાણાએ વ્યાખ્યાન આપ્યું હતું. 'કોઈનો લાડકવાયો', 'શિવાજીનું હાલરડું', 'છેલ્લી પ્રાર્થના', 'કસુંબીનો રંગ', 'ફૂલ માળ', 'ગાઓ વિપ્લવના ગાન', 'છેલ્લો કટોરો', જેવાં દેશ દાઝ ભર્યા ગીતોની ભાવવાહી સ્વરે ગાયકી સાથે રસાસ્વાદ કરાવીને રાષ્ટ્ર ભક્તિની ભાવના ભાવકો સમક્ષ ઉજાગર કરી હતી. આ પ્રસંગે પ્રિન્સીપાલ ડો.હિતેન્દ્રસિંહ ખરવાસિયાએ જણાવ્યું હતું કે, કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં પણ ઝવેરચંદ મેઘાણીની કવિતાઓ ભણવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને આવાં વ્યાખ્યાન ખૂબ ઉપયોગી રહેશે. કોલેજના વાઇસ પ્રિન્સીપાલ પ્રોફેસર વસંત ગામીત, પ્રોફેસર સોમભાઈ ચૌધરી, પ્રોફેસર ગોવિંદ દળવી, પ્રોફેસર ગીતા મકવાણા, પ્રોફેસર શોભના જૈન, પ્રોફેસર રંજન રાણા ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ પ્રોફેસર મેરૂ વાઢેળે કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500