Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી : 32થી વધુ લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા

  • August 05, 2024 

દેશનાં પડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી છે. મીડિયા અહેવાલો મુજબ 4 ઓગસ્ટ હિંસા ભડક્યા બાદ 32થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહીં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ, સત્તાધારી પક્ષના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓ ખડેદવા માટે પોલીસે ટીયર ગેસના સેલ અને સ્ટન ગ્રેનેડનો ઉપયોગ કર્યો છે. બીજીતરફ સરકારે સાંજે છ વાગ્યાથી દેશભરમાં અનિશ્ચિતકાળનો કર્ફ્યૂ જાહેર કર્યો છે. ગત મહિને થયેલા વિરોધ પ્રદર્શન બાદ સરકારે પ્રથમવાર કર્ફ્યૂ લાદ્યો છે.


બાંગ્લાદેશમાં છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ સરકારી નોકરીઓમાં કોટા સિસ્ટમને બંધ કરવાની માંગ કરી રહ્યા છે. દેશમાં એક મહિના પહેલા પણ હિંસા ભડકી હતી, ત્યારે એક મહિનાથી ચાલી રહેલા આ આંદોલનમાં અત્યાર સુધીમાં દેશમાં ઓછામાં ઓછા 200 લોકોના મોત થયા છે. મળતા અહેવાલો મુજબ પ્રદર્શનકારીઓ રાજધાની ઢાકામાં વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. મુન્શીગંજમાં દેખાવકારો અને અવામી લીગના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થતાં બે લોકોના મોત અને 30 ઈજાગ્રસ્ત થયા છે.


જ્યારે આવી સ્થિતિ રંગપુર થઈ છે, જ્યાં ચાર અવામી લીગના લોકોના મોત અને 100 ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે જણાવ્યું કે, રવિવારે પબનામાં પ્રદર્શનકારીઓ અને કાર્યકરો વચ્ચેની અથડામણ થયા બાદ ત્રણ વિદ્યાર્થીઓને ગોળી વાગી છે અને 50ને ઈજા થઈ છે. જુલાઈની શરૂઆતમાં ફાટી નીકળેલ આ હિંસા 2018ના એક અધ્યાદેશને બદલવા સંબંધિત છે. જૂન, 2024માં બાંગ્લાદેશની સુપ્રિમ કોર્ટે બાંગ્લાદેશની આઝાદીના 1971ના યુદ્ધના લડવૈયાઓના વારસદારોને 30 ટકા અનામત યોગ્ય ઠેરવી હતી અને 2018ના રીફોર્મને ગેરલાયક ઠેરવ્યો હતો.


આ સાથે બાંગ્લાદેશની જોબ ક્વોટા સિસ્ટમ સામે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો વિરોધ શરૂ થયો અને વિદ્યાર્થીઓના મતે આ અયોગ્ય અને જૂની પ્રથા છે તથા અપ્રમાણસર લાભ આપે છે. બાંગ્લાદેશની હસીના સરકારે સોમવારે સત્તાવાર રીતે પ્રથમ વખત સ્વીકાર્યું છે કે, ક્વોટા સિસ્ટમ વિરૂદ્ધ વિદ્યાર્થીઓના આંદોલનને કારણે દેશભરમાં 150 લોકો માર્યા ગયા છે. જોકે બિનસત્તાવાર મૃત્યુઆંક 200 કરતા ઘણો વધારે છે, જેમાંથી 110થી વધુ કિશોર હતા. આ સિવાય અનેક લોકો ઘાયલ પણ થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application