Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

'RRR' ફિલ્મમાં બ્રિટિશ ગર્વનરની ભૂમિકા ભજવનારા વિલન રે સ્ટીવેન્સનનું નિધન

  • May 24, 2023 

'RRR' ફિલ્મમાં વિલન બ્રિટિશ ગર્વનરની ભૂમિકા ભજવનારા આઈરિશ અભિનેતા રે  સ્ટીવેન્સનનું 58 વર્ષની વયે નિધન થઇ ગયું છે. જોકે તેમના મૃત્યુનાં કારણની માહિતી જાણવા મળી નથી. એસએસ રાજામૌલી સહિત 'RRR'ની ટીમે રે સ્ટીવેન્સને શ્રદ્ધાંજલિ આપી હતી. સ્ટીવેન્સને માર્વેલની 'થોર'  ફ્રેન્ચાઇઝીમાં તથા 'વાઇસકિંગ્સ'માં ભૂમિકાઓ ભજવીન પ્રસિદ્ધિ મેળવી હતી.




મૂળ આયરલેન્ડનાં લિસ્બનમાં જન્મેલા સ્ટિવન્સને ટીવી સિરિયલોથી કારકિર્દી શરૂ કરી હતી. બાદમાં તેઓ ફિલ્મો તરફ વળ્યા હતા. રાજામૌલીએ 'RRR'નાં શૂટિંગ વખતનાં સંસ્મરણો યાદ કરતાં જણાવ્યું હતું કે સેટ પર તેમની હાજરી માત્રથી સમગ્ર વાતાવરણ ચેતનવંતુ બની જતું હતું. તેમની સાથે કામ કરવાની ખરેખર બહુ મજા પડી હતી. 'RRR'નાં શૂટિંગ વખતે તેઓ 52 વર્ષનાં હતા છતાં પણ તેમણે પોતાનાં સ્ટન્ટ દૃશ્યો જાતે ભજવ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News