હાલ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીની લહેર ચાલી રહી છે. ગાઢ ધુમ્મસ લોકો માટે આફત બની ગઈ છે. ભારતીય હવામાન વિભાગએ ઘણા રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. રાજધાની દિલ્હીમાં પણ હવામાનમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. લઘુત્તમ તાપમાન હવે વધવા લાગ્યું છે. ખુબ જ ઝડપી પવન સાથે હળવા ઝાપટા ચાલુ છે. જોકે હવામાન વિભાગનું કહેવું છે કે, થોડા દિવસોમાં ફરી એકવાર કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ પડવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતમાં હવામાનમાં ફેરફાર થઈ શકે છે.
દિલ્હી સહિત ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં આગામી ચાર દિવસ સુધી ઠંડીથી રાહત મળશે. આ ચાર દિવસ બાદ ફરી એકવાર હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવાયુ છે કે લાહૌલ સ્પીતિ, ચંબા અને કિન્નૌરમાં આગામી ત્રણ દિવસ સુધી હિમવર્ષા થવાની સંભાવના છે. શિમલામાં હળવો વરસાદ પડી શકે છે. આગામી તા.18મી જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી વરસાદ અને હિમવર્ષા થશે.
આ સિવાય બદરી-કેદાર સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં વર્ષની પ્રથમ હિમવર્ષા થઈ હતી. જયારે મોડી સાંજ સુધી હિમવર્ષા ચાલુ રહી હતી. કેદારનાથમાં તાપમાન માઈનસમાં જઈ રહ્યું છે. મંદિર પરિસર અને માર્ગ બંને બરફની સફેદ ચાદરથી ઢંકાયેલા છે. ભારતીય હવામાન વિભાગએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, ગત તા.13 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વ્યાપક વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. તેની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળશે. આસપાસનાં મેદાની વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
આગામી 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને બિહારના ભાગોમાં ખૂબ ગાઢ ધુમ્મસની સંભાવના છે. આ સિવાય પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં આગામી તા.15થી 16 જાન્યુઆરી વચ્ચે ઠંડીને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશ અને બિહારનાં કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાક માટે ગાઢ ધુમ્મસને લઈને પણ એલર્ટ આપવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500