Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તરપ્રદેશમાં નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત : બે તબ્બકામાં મતદાન યોજાશે, તારીખ 13મી મે’એ પરિણામ જાહેર થશે

  • April 10, 2023 

ઉત્તરપ્રદેશમાં નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરી દેવાઈ છે. રાજ્યનાં ચૂંટણી કમિશનર મનોજ કુમારે રવિવારે સાંજે રાજ્ય ચૂંટણી કાર્યાલય ખાતેથી ચૂંટણીનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. રાજ્યમાં 2 તબક્કામાં 4થી અને 11મી મેએ મતદાન યોજાશે. મતગણતરી 13 મેએ થશે. આ સાથે જ આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે. પ્રથમ તબક્કામાં શામલી, મુઝફ્ફરનગર, સહારનપુર, બિજનૌર, અમરોહા, મુરાદાબાદ, રામપુર, સંભલ, આગરા, ફિરોઝાબાદ, મથુરા, મૈનપુરી, ઝાંસી, જાલૌન, લલિતપુર, કૌશાંબી, પ્રયાગરાજ, ફતેહપુર, પ્રતાપગઢ, ઉન્નાવ, હરદોઈ, લખનૌ, રાયબરેલી, સીતાપુર, લખીમપુરખીરી, ગોંડા, બહરાઈચ, બલરામપુર, શ્રાવસ્તી, ગોરખપુર દેવરિયા, મહારાજગંજ, કુશીનગર, ગાઝીપુર, વારાણસી, ચંદૌલી અને જૌનપુરમાં ચૂંટણી યોજાશે.






બીજા તબક્કામાં મેરઠ, હાપુડ, ગૌતમબુદ્ધનગર, ગાઝિયાબાદ, બાગપત, બુલંદશહર, બદાયૂં, શાહજહાંપુર, બરેલી, પીલીભીત, હાથરસ, કાસગંજ, એટા, અલીગઢ, કાનપુરનગર, કાનપુર દેહાત, ફર્રુખાબાદ, ઈટાવા, કન્નૌજ ઔરૈયા, હમીરપુર, ચિત્રાબાદ, બાંદા, અયોધ્યા, સુલતાનપુર, આંબેડકરનગર, બારાબંકી, અમમેઠી, બસ્તી, સંતકબીરનગર, સિદ્ધાર્થનગર, આઝમગઢ, મઉ, બલિયા, સોનભદ્ર, ભદોહી અને મિર્ઝાપુરમાં ચૂંટણી યોજાશે. રવિવારે રાજ્ય ચૂંટણી પંચે રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરી છે. આ અંતર્ગત ચૂંટણી અધિકારીઓ 11 એપ્રિલે પ્રથમ તબક્કાનું જાહેરનામું અને 17 એપ્રિલે બીજા તબક્કાનું જાહેરનામું બહાર પાડશે.






પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવા અને સબમિટ કરવાની તા.11મી એપ્રિલથી 17મી એપ્રિલ સુધી રહેશે અને બીજા તબક્કા માટે 17 એપ્રિલથી 24 એપ્રિલ સુધી રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રથમ તબક્કા માટે 18 એપ્રિલે અને બીજા તબક્કા માટે 25 એપ્રિલે થશે. પ્રથમ તબક્કા માટે 20 એપ્રિલે અને બીજા તબક્કા માટે 27 એપ્રિલે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. પ્રથમ તબક્કા માટે પ્રતીકોની ફાળવણી 21 એપ્રિલે કરવામાં આવશે. બીજા તબક્કા માટે પ્રતીકોની ફાળવણી 28 એપ્રિલે કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application