કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે આજે બુધવારે ખેલો ઇન્ડિયા ગેમ્સના વિજેતા ખેલાડીઓ માટે મોટી જાહેરાત કરી છે. તેમણે પોતાના એક્સ (અગાઉનું ટ્વિટર) પર જાહેરાત કરી છે કે ખેલો ઈન્ડિયા એથ્લેટ્સ હવે સરકારી નોકરીઓ માટે પણ લાયક બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં દેશમાં પહેલીવાર ખેલો ઈન્ડિયા ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે, રમતના માપદંડમાં મોટો ફેરફાર કર્યો છે. તેણે કહ્યું છે કે ખેલો ઈન્ડિયા ગેમ્સમાં મેડલ જીતનાર એથ્લેટ હવે સરકારી નોકરી માટે અરજી કરી શકે છે.
વાસ્તવમાં, અગાઉ ખેલો ઈન્ડિયા ગેમ્સના એથ્લેટ્સ સરકારી નોકરી માટે લાયક નહોતા, પરંતુ હવે અનુરાગ ઠાકુરે મોટી જાહેરાત કરી છે કે હવે ખેલો ઈન્ડિયા ગેમ્સના એથ્લેટ્સ પણ સરકારી નોકરી માટે પાત્ર બનશે. અનુરાગ ઠાકુરે એક્સ પર લખ્યું હતું મને એ જાહેર કરતાં ખૂબ જ આનંદ થાય છે કે કર્મચારી અને તાલીમ વિભાગ અને યુવા બાબતો અને રમત મંત્રાલય સાથે ચર્ચા કર્યા બાદ સરકારી નોકરીઓ માટેના માપદંડમાં આમૂલ ફેરફાર કરવામાં આવ્યો છે. આ પગલું હવે યુથ ગેમ્સ, યુનિવર્સિટી ગેમ્સ, પેરા ગેમ્સ અને વિન્ટર ગેમ્સ સહિત ખેલો ઇન્ડિયાના મેડલ વિજેતાઓને સરકારી નોકરી માટે લાયક બનાવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500