Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેકારીથી તંગ આવી પતિ-પત્નિ અને 9 વર્ષીય પુત્રી સાથે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • July 07, 2022 

આગ્રામાં બેકારીને લીધે એક કુટુમ્બે સામુહિક આત્મહત્યા કરી હતી. અહીંનાં સેકટર-10 સ્થિત આવાસ વિભાગ કોલોનીમાં રહેતાં સોનુ શર્મા પત્ની ગીતા શર્મા અને પુત્રી સૃષ્ટિ શર્માએ ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. તેમનો પુત્ર શ્યામ તે સમયે ઘરની બહાર હતો. ઇડબલ્યુએસનાં મકાન નંબર-1046માં રહેતા 38 વર્ષના સોનુ શર્મા તેમનાં પત્ની 35 વર્ષનાં મિથિલેશકુમારી શર્મા અને 9 વર્ષની પુત્રી સૃષ્ટિ તથા 7 વર્ષનો પુત્ર શ્યામ રહેતા હતાં.




જોકે મંગળવારે રાત્રે સમગ્ર પરિવાર ઉપરના માળે એક જ રૂમમાં સાથે સૂતો હતો. ત્યારે શ્યામ વહેલો જાગી ગયો હતો અને આશરે સવારે સાત વાગે નીચે આવી રમવા લાગ્યો અને બાજુમાં તેની ફોઇનું ઘર હતું. તેની ફોઇએ તેને એક વાટકો આપી તેનાં ઘરમાંથી લોટ લઇ આવવા કહ્યું તે દાદર ચઢી ઉપર ગયો તો ત્રણેને ગળા ફાંસો ખાઈને લટકતાં જોયાં.




જેથી શ્યામે તુરત જ તેની ફોઇને વાત કરી તે તથા તેનો પતિ વિજય કશ્યપ તુરત જ ત્યાં ગયાં આ કરૂણ દ્રશ્ય જોઈ થડકી ગયાં પરંતુ પોલીસને બોલાવી પોલીસે તપાસ કરતાં સોનુએ લખેલી સુઇસાઇડ નોટ મળી આવી તેમાં લખ્યું હતું કે, અમે સાથે મળી ચર્ચા કરી. આ નિર્ણય લીધો છે. સહજ છે કે શ્યામને તો હવે તેની ફોઇ અને ફુવા રાખશે. પરંતુ પ્રશ્ન તે ઉપસ્થિત થાય છે કે, ભારતમાં ખેડૂતોની આત્મહત્યાની તો જાણે કે પરંપરા બની રહી છે.




તેવામાં હવે શહેરી મધ્યમ વર્ગમાં પણ આત્મહત્યાઓ થતી જોવા મળે છે. તેના મૂળમાં સતત વધી રહેલી બેકારી અને બીજી તરફ સતત વધી રહેલી મોંઘવારી છે, તે સૌ કોઈ જાણીએ છીએ. રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકારે જુદા જુદા ઉત્સવો ઉજવી આનંદ માણે છે. પરંતુ તળપદી પરિસ્થિતિ પ્રત્યે બેધ્યાન છે. અરે ! જોતા હોવા છતાંયે અણજાણ બને છે. રાજકારણીઓને એકબીજાની ખેંચા ખેંચ કરવા સિવાય બીજો ધંધો દેખાતો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application