Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીથી કડોદરા જતાં રોડ પર ટ્રકે મોપેડને અડફેટેમાં લેતાં બે યુવકનાં મોત નિપજયાં

  • January 19, 2025 

સુરત જિલ્લાનાં બારડોલીથી કડોદરા જતાં રોડ પર રાયન ઈન્ટરનેશનલ સ્કૂલની સામે આવેલા હાઇવેના કટ પાસે પૂરઝડપે આવતા ટ્રકે મોપેડને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પલસાણાના કારેલી ગામે લગ્નમાં હાજરી આપી મોપેડ પર પરત ફરતા ત્રણ યુવકોને ગંભીર ઇજા થઈ હતી. જેમાં બે’નું સ્થળ પર જ મોત થયું હતું. જયારે એકને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, પલસાણાનાં તાંતીથૈયા ગામે નવો હળપતિવાસ ફળિયામાં રહેતા ઉક્કડ ઉર્ફે અજય રાજુભાઈ રાઠોડ (ઉ.વ.૨૦) તેના બે મિત્રો અજય અમૃતભાઈ રાઠોડ (ઉ.વ.૧૮) અને અક્ષય ઉક્કડભાઈ રાઠોડ (ઉ.વ.૨૩.,બંને રહે.મોહણી ગામ,તા.ચોર્યાસી,જી.સુરત) સાથે બુધવારે પલસાણા તાલુકાના સોયાણી ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા.


બીજા દિવસે ગુરુવારે તેઓ ત્રણેય તેમની મોપેડ નંબર જીજે/૧૯/બીસી/૬૫૮૫ પર પરત ઘરે પરત જવા માટે નીકળ્યા હતા. તે સમયે બારડોલી-કડોદરા રોડ પર કારેલી ગામની સીમમાં રાયન ઈન્ટરનેશનલ સ્કૂલની સામે હાઇવેના કટ પાસે એક અજાણ્યા ટ્રક ચાલકે ગફલતભરી રીતે અચાનક યુ-ટર્ન મારી કડોદરા જતાં રોડ પર લાવી દઈ યુવકોની મોપેડને ટક્કર મારી દેતાં ત્રણેય નીચે ફેંકાઈ ગયા હતા. અકસ્માતમાં ચાલક ઉક્કડ ઉર્ફે અજય રાજુભાઈ રાઠોડ અને અક્ષય ઉકકડભાઈ રાઠોડને માથામાં ગંભીર ઈજા થતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે અજય અમૃતભાઈ રાઠોડને ડાબા પગ અને જમણા હાથની કોણી પાસે સામાન્ય ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટના અંગે પલસાણા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application