Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લામાં બે આપઘાતનાં બનાવ નોંધાયા

  • May 07, 2025 

સુરત જિલ્લાનાં બલેશ્વરમાં રહેતા એક યુવકે રવિવારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. જયારે બીજી ઘટનામાં કીમ નજીક કઠોદરા ગામે યુવકે ગળે ફાંસો ખાઇ જીવ ટૂંકાવી લેતા કીમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, અનિલકુમાર પ્રહલાદ સાહુ (મૂળ રહે.મધ્યપ્રદેશ) બલેશ્વર ગામના ફરહાન પાર્કમાં આવેલ મોહમદભાઈની બિલ્ડીંગના રૂમ નંબર ૧૨માં રહેતો હતો અને ખાનગી નોકરી કરતો હતો.


ગત તારીખ ૪ મે ૨૦૨૫ નારોજ વહેલી સવારે અનિલકુમારે પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી પંખાના હુક સાથે કાળા કલરની સાડી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના અંગે મૃતકની પત્ની રામતીસિંહએ પલસાણા પોલીસ મથકે જાણ કરી હતી. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. બીજી ઘટનામાં કઠોદરા ગામે અંબિકાનગર-૦૨, મકાન નં-૫૯માં રહેતા ૨૮ વર્ષીય પીયૂષકુમાર ઉર્ફે પિકો રમેશભાઈ જામ્બુએ આજે પોતાના રહેણાક મકાનના પહેલા માળે રૂમમાં જઈ અગમ્ય કારણોસર સાડી વળે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારજનોને જાણ થતા તેમના દ્વારા પીયૂષને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટરોએ પીયૂષને મૃત ઘોષિત કર્યો હતો. જોકે સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલા પોલીસ કર્મચારીઓએ લાશનુ પીએમ કરાવવા તજવીજ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application