સુરત SMC દ્વારા શ્વાનોના રસીકરણ પાછળ બે કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં શ્વાનોના રસીકરણ પાછળ 18 મહિનામાં બે કરોડનો ખર્ચ થયો છે. તેમાં 18 મહિનામાં મનપાએ 15,759 શ્વાન પકડ્યા છે. 15,759 પૈકી 14,299 શ્વાનોનું રસીકરણ કરાયું છે.
પાલિકા દ્વારા રખડતા કુતરાઓના રસીકરણ પાછળ 18 મહિનામાં બે કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં કરોડો રૂપિયા ખર્ચવા પછી પણ કુતરાઓની સંખ્યામાં ઘટાડો નહિ. તેમાં 18 મહિનાના સમય ગાળામાં મનપા દ્વારા 15759 પકડવામાં આવ્યા છે. જે પૈકી 14299 શ્વાનોમાં રસીકરણ કરવામાં આવ્યું છે. તેમાં સુરત શહેરમાં શ્વાનોના કરડવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
જાન્યુઆરી 2023માં 1205 લોકોને કુતરુ કરડ્યું હતું. વર્ષ 2018માં સિવિલમાં 9,944 અને સ્મીમેરમાં 7154 કેસ નોંધાયા તો વર્ષ 2019માં સિવિલમાં 11099, સ્મીમેરમાં 7375 કેસ નોંધાયા હતા. આ સાથે વર્ષ 2020 માં સિવિલમાં 7124 સ્મીમેરમાં 5264 કેસ, વર્ષ 2021માં સિવિલમાં 8,249 અને સ્મીમેરમાં 5431 કેસ અને વર્ષ 2022માં સિવિલમાં 6810 અને સ્મીમેરમાં 5298 કેસ નોંધાયા હતા. મહત્વનું છે કે, શ્વાન માસુમ બાળકોને પોતાનું નિશાન બનાવી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500