ઉત્તરપ્રદેશનાં અયોધ્યામાં નેશનલ હાઈવે પર પટરંગાનાં રાનીમઉ ચાર રસ્તા પર એક દર્દનાક દુર્ઘટનાં ઘટી. જોકે આજરોજ લગભગ 3 વાગે ટ્રક અને ટેન્કર સામ-સામે અથડાયા. ટેન્કરમાં ડામર ભરેલુ હોવાના કારણે ઘટના બાદ બંને વાહનોમાં આગ લાગી ગઈ. ટ્રકનો ડ્રાઈવર અને ક્લીનર ગંભીર રીતે દાઝવાથી મૃત્યુ પામ્યા. મૃતક ટ્રક ડ્રાઈવર અને ક્લીનર રાજસ્થાનનાં ભરતપુરનાં રહેવાસી હતા. ઘટનાની માહિતી મળતા જ સી.ઓ. અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ.
ફાયર બ્રિગેડનાં જવાનોની મદદથી લગભગ બે કલાક બાદ આગ પર કાબૂ મેળવી શકાયો. પોલીસનાં જણાવ્યા અનુસાર ટ્રક નેપાળમાં માર્બલ ઉતારીને પાછુ આવી રહ્યુ હતુ. ટેન્કર ડામર લઈને શાહજહાંપુરથી બસ્તી જઈ રહ્યુ હતુ. બંને વાહન રાનીમઉ પહોંચ્યા હતા અને અચાનક ટ્રકે નિયંત્રણ ગુમાવ્યુ અને ડિવાઈડર ક્રોસ કરીને સામે આવી રહેલા ટેન્કર સાથે અથડાયુ. ટેન્કરને ટક્કર લાગતા જ આગ લાગી ગઈ. ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળે પહોંચતા ખૂબ સમય લાગ્યો બાદમાં રાહત બચાવ કાર્ય શરૂ થઈ શક્યુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application