Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોબાઈલમાં કાર્ટુન બતાવવાનાં બહાને બાળકીને છત પર લઈ જઈ શારીરિક અડપલાં કરનારને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી

  • September 19, 2024 

એકાદ વર્ષ પહેલાં મોબાઈલમાં કાર્ટુન બતાવવાના બહાને પાંચ વર્ષની બાળકીને છત પર લઈ જઈને શારીરિક અડપલાં કરી જાતીય હુમલો કરનાર 24 વર્ષીય આરોપીને પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ વિનોદ વી.પરમારે ઈપીકો-354(એ)(1) તથા પોક્સો એક્ટની કલમ-8,12નાં ગુનામાં દોષી ઠેરવી ત્રણ વર્ષની સખત કેદ તથા કુલ રૂપિયા 30 હજાર દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા અને ભોગ બનનારને દંડની રકમ અને રૂપિયા 50 હજાર વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે. મૂળ ભાવનગર જિલ્લાનાં શિહોર તાલુકાનાં આંબલા ગામના વતની 24 વર્ષીય આરોપી સુજીત વલ્લભભાઈ સોલંકી (રહે.દાનગીગેવ સોસાયટી,પુણા ગામ)નાંએ ગત તારીખ 9-3-23નાં રોજ ફરિયાદી માતાની પાંચ વર્ષ સાત માસની વયની બાળકીને પોતાના મોબાઈલમાં કાર્ટુન બતાવવાના બહાને છત પર લઈ જઈને બ્લેન્કેટની આડમાં પોતાના ગુપ્તભાગે બાળકીને બેડટચ કરાવીને જાતીય હુમલો કર્યો હતો.


જે અંગે ભોગ બનનાર બાળકીની ફરિયાદી માતાએ પોતાના ઘરે મહેમાન આવ્યા હોઈ આરોપીને આઈસ્ક્રીમ આપવા છત પર જતાં આરોપીને પોતાની બાળકી સાથે રંગે હાથે ઝડપી પાડયો હતો. જેથી બીજા દિવસે બાળકીને પુછપરછ હાથ ધરતાં તેણે સમગ્ર ઘટના અંગે પોતાની માતાને જાણ કરી હતી. જેથી આરોપીને આ અંગે ઠપકો આપવા જતાં તેણે પોતાના ગુનાઈત કૃત્ય અંગે માફી માંગી હતી. અલબત્ત ભોગ બનનારની ફરિયાદી માતાએ બીજા દિવસે પુણા પોલીસમાં આરોપી સુજીત સોલંકી વિરુધ્ધ ઈપીકો-354(એ)(1) તથા પોક્સો એક્ટની કલમ-8,11(1) તથા 12 ના ગુનાની ફરિયાદ નોંધાવતા આરોપીને ધરપકડ કરી જેલભેગો કરવામાં આવ્યો હતો. આ કેસની ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


જેથી આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે ફરિયાદીના પતિએ આરોપીને માર માર્યો હોય તે અંગે ફરિયાદ ન કરે તેવા કારણોસર હાલની ખોટી સંડોવણી કરવા તથા ભોગ બનનારને જુબાની આપતા પહેલાં શીખવવામા આવ્યું હોવાનો બચાવ લીધો હતો. ભોગ બનનારના પરિવારના રસ ધરાવતા સાક્ષી સિવાય સ્વતંત્ર સાક્ષીએ ફરિયાદપક્ષના કેસને સમર્થન આપ્યું નથી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી મુંજાલ બ્રહ્મભટ્ટે કુલ 10 સાક્ષી તથા 9 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા.જેથી કોર્ટે ફરિયાદપક્ષના પુરાવાનું સંભવિત બચાવ કરી ખંડન કરવામાં બચાવપક્ષ નિષ્ફળ ગયા હોઈ આરોપીને ઉપરોક્ત ગુનામાં દોષી ઠેરવી કેદ તથા દંડની સજા ફટકારી હતી.કોર્ટે ફરિયાદી તથા ભોગ બનનારને પુરાવો સબળ અને વિશ્વસનીય હોઈ આરોપીએ પોતાની દીકરીની ઉંમરની બાળકી પર જાતીય હુમલો કરી ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હોવાનો નિર્દેશ આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application