Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Court Order : સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા

  • August 12, 2024 

ગાંધીનગરના સેક્ટર ૨૮-૨૯ પાસેથી સગીરાનુ અપહરણ કરીને નજીકના સરકારી બંધ મકાનમાં લઈ જઈ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જે સંદર્ભે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસની મળતી વિગતો પ્રમાણે, મૂળ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના રાણીસર ગામના વતની યુવાન લાખીયાર જાનમહંમદ ભટ્ટી અને જીઇબી કોલોની પાસે છાપરામાં રહેતા તેના મિત્ર દ્વારા ગત ૨૦ સપ્ટેમ્બરના રોજ સેક્ટર ૨૮ ૨૯ પાસેથી બાઈક ઉપર સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું.


ત્યારબાદ સેક્ટર ૨૯ના સરકારી બંધ મકાનમાં લઈ જઈને લાખીયાર પટ્ટી દ્વારા આ સગીરા ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો ત્યારબાદ તેણીને મહેસાણા ખાતે પણ લઈ જવામાં આવી હતી જે સંદર્ભે આ બંને આરોપીઓ સામે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં યુવાન સામે પોકસો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ જે કેસ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ જજ એસ.ડી મહેતાની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ.પંડયા દ્વારા ભોગ બનનાર સગીરા અને અન્ય સાહેદોની જુબાની લેવામાં આવી હતી.


વકીલે રજૂઆત કરી હતી કે, ભોગ બનનાર દીકરીની ઉંમર નાની હતી અને તેમ છતાં આરોપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે. જેના પગલે આરોપીને કાયદામાં દર્શાવવામાં આવેલી સખતમાં સખત સજા કરવામાં આવે. જેના પગલે કોર્ટ દ્વારા આ દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી લાખીયાર જાનમહંમદ ભટ્ટીને બળાત્કાર અને પોક્સો એક્ટની કલમ હેઠળ ત્રણ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે અને ૪ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જ્યારે તેના મિત્રને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application