ગાંધીનગર શહેરનાં રિલાયન્સ ચાર રસ્તા પાસે હોટલમાંથી જમવાનું લઈને હોસ્ટેલમાં ચાલતી જઈ રટી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશની યુવતી સુનંદા બ્રિજેશ રાય નિફ્ટ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ગત શનિવારના રોજ તે રિલાયન્સ ચાર રસ્તા પાસેથી રાત્રે જમવાનું લઈને હોસ્ટેલ તરફ જઈ રહી હતી. તે દરમિયાન બાઈક ઉપર આવેલા ત્રણ શખ્સો પૈકી પાછળ બેઠેલા શખ્સે તેના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લીધો હતો. જેના પગલે તેણે બૂમાબૂમ કરી હતી પરંતુ આ શખ્સો ઉભા રહ્યા ન હતા. જેથી ગભરાઈને તે હોસ્ટેલમાં પહોંચી હતી અને ત્યારબાદ આ સંદર્ભે ઓનલાઇન ફરિયાદ દાખલ કરતા ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ગઠિયાઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application