ઉત્તરપ્રદેશનાં ભદોહીમાં દુર્ગા પૂજા પંડાલમાં આગ લાગવાને કારણે બે બાળકો સહિત ત્રણ લોકોનાં મોત થઈ ગયા છે અને 64 લોકો દાઝી ગયા છે. ઘટના અંગે ડીએમ ગૌરાંગ રાઠીએ જણાવ્યું કે, આ ઘટનામાં 12 વર્ષ અને 10 વર્ષના બે બાળકો અને 45 વર્ષની એક મહિલાનું મોત થયું છે. ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ દર્દીઓને વારાણસી રીફર કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘટના સમયે પંડાલમાં લગભગ 200 લોકો હાજર હતા. આરતીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે, તપાસ પૂર્ણ થયા સુધી આગ કયા કારણોસર લાગી તે અંગે ચોક્કસ કહી શકાય તેમ નથી. આ ઘટનામાં અત્યાર સુધીની માહિતી મુજબ 50થી વધુ લોકો દાઝી ગયા છે. જેમાંથી 32 લોકોને વારાણસી રીફર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં ઘાયલ એક મહિલાએ જણાવ્યું કે, ઈલેક્ટ્રિક વાયરમાંથી નીકળતી સ્પાર્કને કારણે આગ લાગી હતી. આ સમગ્ર ઘટનાની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application