વલસાડ જિલ્લાનાં ભીલાડ પોલીસે બાતમીના આધારે સરીગામ પાગીપાડામાં આવેલી વિરાજ ઇન્ડસ્ટ્રીઝ કંપનીની પાછળના ખુલ્લા મેદાનમાં દરોડો પાડયો હતો. આ સમયે અહીં ગોળ કુંડાળું વળી પૈસા પાનાનો હારજીતનો જુગાર રમતા ત્રણ જુગારીને રંગે હાથ ઝડપી લેવામાં પોલીસે કરીમ શેખ, અંજય ભગત અને નસિ ખાન (બધા રહે.સરીગામ)ને પકડી દાવના રોકડા રૂ.૨,૦૩૦ તેમજ અંગઝડતીમાં મળેલા રૂ.૮,૭૪૦ મળી કુલ રૂ.૧૦,૭૭૦ તથા ગંજીપાના કબજે કર્યા હતા. બનાવ અંગે ભીલાડ પોલીસ દ્વારા ત્રણેય આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application