Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાની આ હોટલના રૂમમાં યુવકે પંખા સાથે લટકી આપઘાત કર્યો

  • October 09, 2021 

વ્યારાના તાડકુવા ગામની સીમમાં આવેલ તુલસી ગેસ્ટ હાઉસના રૂમમાં 24 વર્ષીય યુવકે આપઘાત કર્યો હોવાનો બનાવ કાકરાપાર પોલીસ મથકે દાખલ થયો છે,

 

 

 

 

 

રૂમના પંખા સાથે સફેદ ચાદર બાંધી બીજા છેડાનો ગાળિયો કરી બેડ ઉપર પ્લાસ્ટીકની ખુરસી મૂકી પોતાની જાતે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મહારાષ્ટ્ર રાજ્યના જી.થાણે વિરાર પૂર્વે, ગિરજા ટાવર ફૂલપાડા રોડ, રાજ ડેરીની પાસે Bબી/206માં રહેતા મહેશભાઈ સુનીલભાઈ ગાવિત (ઉ.વ.24) નાનો પોતાના ગામ ખાતે કોઈને કાંઈ પણ કહ્યા વગર પોતાની ફોર વ્હીલ ગાડી લઈને શુક્રવારના રોજ વહેલી સવારે વ્યારાના તાડકુવા ગામની સીમમાં આવેલ તુલસી ગેસ્ટ હાઉસના રૂમ નંબર-211 માં રોકાણ કર્યું હતું,જોકે પોતાની જાતે રૂમના પંખા સાથે સફેદ ચાદર બાંધી બીજા છેડાનો ગાળિયો કરી બેડ ઉપર પ્લાસ્ટીકની ખુરસી મૂકી પોતાની જાતે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી,

 

 

 

 

બનાવ અગેની જાણ પોલીસને થતા તુલસી ગેસ્ટ હાઉસ પર દોડી આવી તપાસ શરુ કરી હતી, આ મામલે કાકરાપાર પોલીસે સુનીલભાઈ કિશોરભાઈ ગાવિત નાઓની ફરિયાદના આધારે અકસ્માત મોત બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application