વિશ્વમાં કોરોનાનો ચેપ ફરીથી માથુ ઉઠાવી રહ્યો છે. કેટલાય દેશોમાં રોજના લાખો કેસ આવી રહ્યા છે. અમેરિકામાં કોરોનાનો હેરાન થઈ જવાય તેવો મામલો બહાર આવ્યો છે. ફ્લાઇટમાં સફર કરતી અમેરિકાની એક મહિલાને પોતાને કલાકો સુધી બાથરૂમમાં એટલા માટે બંધ રાખી હતી કેમ કે તેનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેણે 5 કલાક સુધી બાથરૂમમાં રહીને પ્રવાસ કર્યો હતો. વ્યવસાયે શિક્ષક મારિસા નામની મહિલા શિકાગોથી આઇસલેન્ડ જઈ રહી હતી. ગત તા.19 ડિસેમ્બરના પ્રવાસ દરમિયાન તેને ગળામાં તકલીફ થવા માંડી હતી તેના પછી તેણે તેનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. કોવિડ રિપોર્ટ પોઝિટિવ હતી તેથી તે ગભરાઈ ગઈ હતી અને પોતાને તેણે ફ્લાઇટના બાથરૂમમાં બંધ કરી દીધી હતી.પ્રવાસ પૂર્વે મારિસાએ બે આરટીપીસીઆર અને પાંચ રેપિડ ટેસ્ટ કરાવ્યા હતા. બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જોકે પ્રવાસ શરૂ કર્યા પછી તેને ગળાની તકલીફ થઈ. તેણે ફ્લાઇટના સ્ટાફને તેની જાણકારી આપી તેઓએ ઉડતી ફ્લાઇટમાં મારિસાનો ટેસ્ટ કર્યો, પણ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બાકીના લોકોનું જીવન મુશ્કેલીમાં ન મૂકાય તે માટે મારિસાએ પોતાને બાથરૂમમાં બંધ કરી આઇસોલેટ કરી. મારિસા બૂસ્ટર ડોઝ પણ લઈ ચૂકી છે. તે સતત કોરોનાની ચકાસણી કરાવતી રહે છે. તેણે જણાવ્યું હતું કે, ફ્લાઇટ ભરેલી હોવાના લીધે તેના માટે અલગ બેસવાની વ્યવસ્થા થઈ શકે તેમ ન હતી. તેથી તેણે બાથરૂમનો વિકલ્પ પસંદ કર્યો. બાથરૂમની બહાર નોટિસ બોર્ડ પણ લગાવી દેવાયું. ફ્લાઇટ લેન્ડિંગ પછી મારિસા સૌથી છેલ્લી બહાર નીકળી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application