ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવવા માટે અનેક વર્ષોની તપસ્યા લાગે છે. પરંતુ, જાણીતા સિરીયલ રેકોર્ડ બ્રેકરે એક જ દિવસમાં ૧૫ રેકોર્ડ નોંધાવીને અનોખી સિદ્ધિ હાંસિલ કરી છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના જણાવ્યા અનુસાર, યુએસના ઈડાહોના ડેવિડ રશે અત્યાર સુધીમાં ૨૫૦થી વધુ વિશ્વ વિક્રમ તોડયા છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના જણાવ્યા અનુસાર, ડેવિડ રશે જગલિંગ, ટેબલ ટેનિસ બોલને બે બોટલ કેપ પર દસ વખત વૈકલ્પિક હાથનો ઉપયોગ કરીને બાઉન્સ કરવાનો રેકોર્ડ માત્ર ૨.૦૯ સેકન્ડમાં બનાવ્યો હતો. ત્યારબાદ, તેણે ૩૦ સેકન્ડમાં બેઝબોલને અલગ અલગ બાજુએથી જગલ કરીને રેકોર્ડ બનાવ્યો હતો.
રિપોર્ટ મુજબ, તેણે ૩૦ સેકન્ડમાં ૧૨૫ વખત બેઝબોલને જગલ કર્યું હતું. ડેવિડ અહીં અટકાયો નહતો. તેણે ટેબલ ટેનિસ બોલ્સને લઈને રેકોડ્સ બનાવ્યા હતા. ડેવિડે ૩૦ સેકન્ડમાં સૌથી વધુ ટેબલ ટેનિસ બોલને મોઢાથી દીવાલ પર પછાડયા બાદ ૧ મિનીટમાં સૌથી વધુ ટેબલ ટેનિસ બોલના દીવાલ પર હીટ, માથા પર શેવિંગ ફોમમાં સૌથી વધુ ટેબલ ટેનિસ બોલ બાઉન્સ અને કેચ જેવા ચિત્ર-વિચિત્ર રેકોર્ડ્સ બનાવ્યા હતા. આ સિવાય તેણે ૩૦ સેકન્ડમાં સૌથી વધુ ટી-શર્ટ પહેરવા, ૧૦ ટોઈલેટ પેપર રોલ્સ એક સાથે સ્ટેક કરવા, ૩૦ સેકન્ડની અંદર સૌથી વધુ પાણીને હાથથી ખસેડવા અને એક લિટર લીંબુ શરબતને રેકોર્ડ ટાઈમમાં પીવા જેવા રેકોર્ડ્સ બનાવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500