Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘અવતાર’ના ત્રીજા ભાગની જાહેરાત કરવામાં આવી

  • August 11, 2024 

વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ અવતારના ત્રીજા ભાગના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમ્સ કૈમેરુનના ડાયરેક્શનમાં નિર્મિત અને ઝોઈ સાલ્દાના અને સેમ વર્થિંગ્ટન અભિનીત આ ફિલ્મનું નામ 'અવતારઃ ફાયર એન્ડ એશ' રાખવામાં આવ્યું છે. દિગ્દર્શક અને ફિલ્મના મુખ્ય કલાકારોએ D23 એક્સપોમાં ભાગ લીધો હતો અને ત્યાં જ ફિલ્મની રીલિઝ તારીખ અને નામની જાહેરાત કરવામાં આવી હતી. નિર્માતાઓએ એક્સ્પોમાં જણાવ્યું કે, આ ફિલ્મ 19 ડિસેમ્બર 2025ના રોજ રીલિઝ થશે. આ સિવાય ફિલ્મનું નામ અને તેની રીલિઝ ડેટ પણ અવતારના ઓફિશિયલ X (અગાઉના ટ્વિટર) હેન્ડલ પરથી જાહેર કરવામાં આવી હતી પરંતુ મેકર્સે હજુ સુધી ફેન્સને ફિલ્મની કોઈ ઝલક નથી છતી કરી.


અવતારના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખવામાં આવ્યું મપપા કે, “અવતારની આગામી ફિલ્મના નામની જાહેરાત હમણાં જ D23માં કરવામાં આવી છે. પાન્ડોરાની યાત્રા પર જવા માટે થઈ જાવ તૈયાર. 19 ડિસેમ્બર, 2025ના રોજ આપના નજીકના સિનેમાઘરોમાં આવી રહી છે-Avatar: Fire and Ash.” એક્સ્પોમાં, જેમ્સ કૈમેરુ (James Cameron)ને વચન આપ્યું હતું કે અવતારના ત્રીજા ભાગમાં તે બધું હશે જે આજ સુધી આ ફ્રેન્ચાઇઝીમાં નથી જોવા મળ્યું. તેમણે કહ્યું હતુ કે "તમે પહેલા ન જોયું હોય તેના કરતા વધુ આ ફિલ્મમાં તમને પેન્ડોરા જોવા મળશે.


આ એક ક્રેઝી એડવેન્ચર હશે, જે અંતે તો તમારી આંખોને રાહત આપશે. આ વખતે ફિલ્મમાં ઘણી ઈમોશનલ વસ્તુઓ જોવા મળશે. તમે જે પાત્રોને જાણો છો અને ચાહો છો તેમની પાસેથી અમે ખૂબ જ પડકારજનક કામ કરાવવાના છીએ.” જેમ્સ કૈમેરુને 2022ની ફિલ્મ અવતારઃ ધ વે ઓફ વોટર સાથે અવતાર: ફાયર એન્ડ એશ માટે બેક ટૂ બેક ડાયરેક્શન કર્યું છે. ફિલ્મમાં ઘણા નવા પાત્રોની પણ એન્ટ્રી થવા જઈ રહી છે. જેમ્સ કૈમેરુને કહ્યું, "ઘણા નવા પાત્રો હશે. ખાસ કરીને એક પાત્ર એવું હશે કે જેના પ્રેમમાં તમે પડશો અથવા તમે નફરત કરવાનું પસંદ કરશો."


ગેમ ઓફ થ્રોન્સ એક્ટર ઉના ચેપ્લિન પણ આ ફિલ્મમાં જોવા મળશે. તે ‘એશ’ લોકોના લીડર વારંગના પાત્રમાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં ડેવિડ થવેલિસ અને મિશેલ યોહ પણ જોવા મળશે. અવતાર વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે. અવતારનો પ્રથમ ભાગ વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર મૂવી બન્યો હતો. આ પછી બીજો ભાગ અવતાર ધ વે ઓફ વોટર આવ્યો, જે વિશ્વની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. 2009માં રીલિઝ થયેલી અવતારે બોક્સ ઓફિસ પર 24,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.


આ પછી 2022માં રીલિઝ થયેલી અવતાર 2એ બોક્સ ઓફિસ પર 19,000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો. Avatar: The Way of Water અને આ ત્રીજો આવનારો ભાગ Avatar: Fire and Ash રિક જાફા અને અમાન્ડા સિલ્વર સાથે મળીને જેમ્સ કૈમેરુને જ લખી છે. હકીકતમાં શરૂઆતમાં આ માત્ર એક જ ફિલ્મ હતી પરંતુ ફિલ્મ લખતી વખતે કૈમેરુનને લાગ્યું કે ફિલ્મમાં ઘણું બધું છે તેથી તેને બે ભાગમાં વહેંચી દેવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application