Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભીમપોર ગામના ૨૬ વર્ષીય યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો

  • December 31, 2020 

વાલોડ તાલુકાના ભીમપોર ગામના ડુંગરી ખાતે રહેતો ૨૬ વર્ષીય યુવક પોહાલાભાઈ ઉર્ફે સુધીર સુખાભાઈ ગામિત વ્યારા ખાતે પોતાની યામાહા એફજી મોટર સાઈકલ નંબર જીજે/26/કે/1988 લઈને  હીરા ઘસવાનું કામ કરવા જતા  હતા તે રોજ સવારે કામે આવતા હતા અને સાંજે પોતાના ઘરે પરત ફરતા હતા એવી જ રીતે રાબેતા મુજબ તે સવારે કામ પર ગયા બાદ સાંજે ઘરે પરત ફરી પોતાની પત્ની સાથે સાંજે ભીમપોર ડેરી ગયા હતા.

 

 

 

ત્યારબાદ જમીને પતિ-પત્ની અને પુત્રી દિલીપભાઈને ત્યાં દાણ આપવા ગયા હતા ત્યાંથી પરત પત્ની અને પુત્રી ને ઘરે મૂકી તે સવારે ગાયનું દૂધ કાઢવાનું હોઈ જગાડવા આવજે એમ પત્નીને જતા-જતા કહ્યું હતું અને મંગળવાર દાદીનું બારમું છે તો ત્યાં જવાનું હોઈ 1 હજાર રૂપિયાની જરૂર છે એમ કહી દિલીપભાઈને ત્યાં સુવા ગયા હતા અને જ્યારે સવારે પોહાલા ઉર્ફે સુધીરના કહ્યા પ્રમાણે પ્રગતિ પતિને ઉઠાડવા જતા પતિ પલંગમાં નજરે ના પડતા તેણીએ મમ્મીને કહેતા મમ્મીએ ગાડી જોવાનું કહ્યું પણ ગાડી નજરે ના પડતા પત્ની વ્યાકુળ બની આસપાસ શોધખોળ હાથ ધરી પરંતુ કોઈ માહિતી ના મળતા એ સમય દરમિયાન મોટીમાં જસોદાબેન ઘરે આવી કહ્યું કે,મોરદેવીથી સાસરે આવેલી પ્રિયંકાબેનને ત્યાં ફોન આવ્યો હતો કે પોહાલાભાઈની લાશ મોરદેવી ગામના સીમમાં આવેલા ભીખાભાઈ લાછાભાઈ ચૌધરીના ખેતરમાં મળી આવી છે.ઘટના અંગેની જાણ વાયુવેગે આસપાસના વિસ્તારમાં પ્રસરતા અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.

 

 

 

 આ બનાવ અંગે વાલોડ પોલીસને જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચ્યા હતા અને ઘટના સ્થળપર પોહાલાભાઈની લાશ પડી હતી અને તેમના મોઢાના ભાગેથી સાધારણ લોહી દેખાતું હતું. જોકે બનાવ અંગે પોલીસે અકસ્માત મોત બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ વાલોડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ વી.આર.વસાવા કરી રહ્યા છે. જોકે હકીકત શું છે તે તો પોલિસ તપાસમાં જ જોવાનું રહ્યું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application