મેરઠમાં તાજેતરમાં ધર્મ પરિવર્તનનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે જોકે થોડા સમય પહેલાં 400થી વધારે લોકોનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું. સૂત્રોના મતે બ્રહ્મપુરી પોલીસ ચોકીમાંથી 400 લોકોનાં ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે. આ મુદ્દે SSP મેરઠ રોહિત સાજવાને તાત્કાલિક ફરિયાદ નોંધીને તપાસના આદેશ જારી કર્યા હતા. જાણકારોના મતે આ મામલો ત્યારે ખુલ્યો જ્યારે દિવાળી પર પૂજા કરી રહેલા અમુક લોકો સાથે મારપીટ કરવામાં આવી હતી. આ દરમિયાન હુમલાખોરોએ હિન્દુ દેવી દેવતાઓની પૂજા કરવાની ના પાડી હતી. હાલમાં તો 9 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેસ મેરઠનાં બ્રહ્મપુરી પોલીસ ચોકીનાં માધવપુરમમાં એક ગરીબ વસ્તી છે.
જ્યાં લગભગ 400 લોકો રહે છે. એ લોકોને લોકડાઉનનાં સમયે ઈસાઈ સમુદાયે રાશન પુરુ પાડ્યું હતું. આરોપ છે કે, આ 400 લોકોને રાશનની લાલચ આપીને ઈસાઈ સમુદાયે ધર્મ પરિવર્તન કરાવ્યું. તો વળી 2 વર્ષ બાદ તેમાંથી અમુક લોકોએ દિવાળીના અવસર પર હિન્દુ દેવી દેવતાઓની પૂજા કરી તો, ત્યાં પહોંચીને અમુક લોકોએ તેમની સાથે મારપીટ કરી અને હિન્દુ દેવી દેવતાની પૂજા કરવાની ના પાડી દીધી હતી. તો વળી જ્યારે આ મામલો હિન્દુ સમુદાય સુધી પહોંચ્યો તો, તેમણે પીડિતા સાથે એસએસપી રોહિત સિંહ સાજવાન પાસે વિનંતી કરી અને ભલામણ કરી ફરિયાદ નોંધાવી. આ ઘટના અંગે શુક્રવાર મોડી સાંજે 9 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500