દુનિયામાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે અને મોટા ભાગના દેશોમાં વિક્રમી કેસો સામે આવી રહ્યા છે. એવામાં ઈઝરાયેલમાં નવી બીમારી ફ્લોરોનાનો પહેલો કેસ નોંધાયો છે. ફ્લોરોના એ કોરોના અને ઈન્ફ્લૂએન્ઝાનો ડબલ ચેપ છે જેનો ખુલાસો ઈઝરાયેલના અખબાર યેડિઓટ ઓરોનોટે કર્યો છે. અખબારે જણાવ્યું કે, આ સપ્તાહે રેબિન મેડિકલ સેન્ટરમાં બાળકને જન્મ આપવા આવેલી એક મહિલામાં ડબલ ચેપનો પહેલો કેસ નોંધવામાં આવ્યો છે. ઈઝરાયેલનું સ્વાસ્થ્ય મંત્રાલય હજુ આ કેસનો અભ્યાસ કરી રહ્યું છે. આ બીમારી 2 વાઈરસના સંયોજનથી વધુ ગંભીર બીમારીનું કારણ બની શકે છે કે કેમ તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. સ્વાસ્થ્ય અધિકારીઓનું માનવું છે કે, અન્ય રોગીઓમાં પણ 'ફ્લોરોના' હોઈ શકે છે, જે તપાસ ન થઈ હોવાથી સામે આવ્યા નહીં હોય. ઈઝરાયેલ દુનિયાનો પહેલો અને હાલ એકમાત્ર દેશ છે જ્યાં કોરોનાથી બચવા માટે 2 બૂસ્ટર ડોઝ લગાવાઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application