Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશમાં સ્માર્ટ ફોનની નિકાસ લગભગ બમણી થઈ રૂપિયા ૮૮,૭૨૬ કરોડ પર પહોંચી

  • June 14, 2023 

દેશમાંથી સ્માર્ટ ફોનની નિકાસમાં જબરદસ્ત તેજી આવી છે. વર્ષ-૨૦૨૩માં નિકાસ મૂલ્ય દ્વારા ટોચની ૨૦ વસ્તુઓમાં સ્માર્ટફોન પાંચમા ક્રમે છે. આના એક વર્ષ પહેલા એટલે કે નાણાકીય વર્ષ-૨૦૨૨માં સ્માર્ટફોન આ યાદીમાં નવમા સ્થાને હતો. આ સમય દરમિયાન સ્માર્ટ ફોનની નિકાસ લગભગ બમણી થઈને રૂપિયા ૮૮,૭૨૬ કરોડ પહોંચી છે. નિકાસ યાદીમાં ડીઝલ, પેટ્રોલ, ઉડ્ડયન બળતણ અને હીરા (ઔદ્યોગિક ઉપયોગ સિવાય)નો  ટોચના પાંચમાં સમાવેશ ગત વર્ષે ૪૫,૦૦૦ કરોડ રૂપિયાનાં સ્માર્ટ ફોનની નિકાસ થઇ હતી. યાદીમાં સ્માર્ટ ફોન કરતાં વધુ નિકાસ ધરાવતી આઈ.એચ.એસ. વસ્તુઓમાં ડીઝલ, પેટ્રોલ, ઉડ્ડયન બળતણ અને હીરા (ઔદ્યોગિક ઉપયોગ સિવાય)નો સમાવેશ થાય છે.


આઈ.એચ.એસ. એટલે કે ઇન્ટરનેશનલ હાર્મોનાઇઝ્ડ કોડ એ આઇટમની અનન્ય ઓળખ છે, જેનો ઉપયોગ વિશ્વભરમાં તેની નિકાસ અને આયાત માટે થાય છે. ઈન્ડિયન સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ કર્યું અને કહ્યું હતું કે નાણાકીય વર્ષ-૨૦૨૩માં સ્માર્ટ ફોનની નિકાસ લગભગ બમણી થઈને રૂપિયા ૮૮,૭૨૬ કરોડ થઈ છે. આમાં ફીચર ફોનનો સમાવેશ થતો નથી કારણ કે તેમાં અલગ-અલગ કોડ હોય છે. નાણાકીય વર્ષ-૨૦૨૨માં રૂપિયા ૪૫,૦૦૦ કરોડનાં સ્માર્ટ ફોનની નિકાસ કરવામાં આવી હતી.


ટોચની ચાર વસ્તુઓમાં વાહનો માટે વપરાતા ડીઝલનો સમાવેશ થાય છે, જેમાં બાયોડીઝલ બિલકુલ હોતું નથી. આ ઉપરાંત, ઔદ્યોગિક ઉપયોગના ન હોય તેવા કટ હીરા, ચોક્કસ પરિમાણો સાથે ઉડ્ડયન બળતણ અને પેટ્રોલનો સમાવેશ થાય છે. વર્ષ-૨૦૨૨માં સ્માર્ટ ફોનની નિકાસ રૂપિયા ૪૫,૦૦૦ કરોડ એટલે કે ૫.૭ બિલિયન ડોલર હતી. આ સાથે તે યાદીમાં નવમા ક્રમે આવી ગયો હતો. સ્માર્ટ ફોન નિકાસમાં આ વૃદ્ધિ નોંધપાત્ર છે કારણ કે એસોસિએશનએ અનુમાન કર્યું છે કે, ઉદ્યોગની નિકાસ નાણાકીય વર્ષ ૨૦૨૩માં રૂપિયા ૧.૨૦ લાખ કરોડને પાર કરશે અને નાણાકીય વર્ષ ૨૦૨૬ સુધીમાં રૂ. ૪ લાખ કરોડને વટાવી જશે. સરકારની ઈલેક્ટ્રોનિક્સ નીતિ હેઠળ આ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જોકે નાણાકીય વર્ષ-૨૦૨૩માં નિકાસના મોરચે, સ્માર્ટ ફોન અને ચોથી વસ્તુ એટલે કે વાહનના પેટ્રોલ વચ્ચે બહુ તફાવત નહોતો. વાહનોમાં વપરાતા પેટ્રોલની નિકાસ રૂપિયા ૧,૧૯,૭૧૬ કરોડ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application