સેલવાસ વિસ્તારની સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ અપહરણ કરી જઈ શારીરિક શોષણ કરવાના કેસમાં કોર્ટે બુધવારે આરોપી વિષ્ણુ મંડલને તકસીરવાન ઠેરવીને 20 વર્ષની કેદની સજા ફટકારી હતી. આ સાથે જ જિલ્લા અદાલતે આરોપીને 10,000 રૂપિયાનો દંડ પણ કર્યો હતો. મળતી વિગતો મુજબ આરોપી વિષ્ણુ મંડલએ સિલ્વાસામાં રહેતી એક સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો.
ઘટના અંગેની ફરિયાદ 22 જુલાઈ 2022નાં રોજ સિલવાસા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ત્યારબાદ આ કેસની તપાસ પી.એસ.આઈ. છાયા ટંડેલે શરૂ કરી હતી. થોડા સમય પહેલાં પોલીસે બિહારના ભાગલપુર પાસેથી એક આરોપી અને સગીરાને શોધી કાઢ્યા હતા. જે બાદ પોલીસ આરોપી વિષ્ણું મંડલને સિલ્વાસા લઈ આવી હતી.
આ આરોપી વિષ્ણુ મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો. દરમિયાન 10મી જુલાઈના રોજ સ્પેશિયલ કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી. જેમાં સરકારી વકીલ ગોરધન પુરોહિત અને અધિક સરકારી વકીલ નિપુણા રાઠોડ દ્વારા દલીલો કરવામાં આવી હતી. સુનાવણીના અંતે જજ મેડમ એસ.એસ.સાપતંકરે આ કેસના આરોપી આરોપી વિષ્ણુ મંડલને અપહરણ અને સગીરાના શારીરિક શોષણના આરોપમાં દોષી ઠેરવીને 20 વર્ષની કેદની સજા ફટકારી 10 હજારનો દંડ કરતો આદેશ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500