Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉધનામાં થયેલ હત્યાનાં કેસમાં છેલ્લા 23 વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઉત્તરપ્રદેશનાં મથુરા ખાતેથી પકડી પાડ્યો

  • July 02, 2023 

સુરતના ઉધના વિસ્તારમાં વર્ષ 2001માં થયેલી હત્યા કેસમાં ફરાર મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા 23 વર્ષથી પોલીસ ધરપકડથી બચવા આરોપી યુપીના મથુરા ખાતે જઈ સાધુ વેશમાં છુપાયેલા હતાં. સુરત પી.સી.બી.ના જવાનાએ સાધુવેશ ધારણ કરી 23 વર્ષેથી નાસતા ફરતા આરોપીને  મથુરાથી પકડી પાડ્યો છે. વર્ષ 2001માં આરોપી સુરતના ઉધના વિસ્તારમાં રહેતો હતો અને બાજુમાં રહેતી મહિલા સાથે તેને પ્રેમ સંબંધ હતો. જ્યાં મહિલાના ઘરે અવર-જવર કરતા યુવકની ગળે ટૂંપો દઈ આરોપી અને તેના અન્ય બે સાગરીતોએ હત્યા કરી લાશને ખાડીના પાણીમાં ફેંકી ફરાર થઇ ગયા હતા.



જોકે હત્યા કેસમાં છેલ્લા 23 વર્ષથી ફરાર ઈનામી આરોપીની ધરપકડ કરવામાં પી.સી.બી.ની ટીમને સફળતા મળી છે. સુરત પી.સી.બી.ની ટીમે છેલ્લા 23 વર્ષથી ફરાર હત્યાના આરોપીની ધરપકડ કરી છે. સુરત પોલીસ કમિશ્નર અજય તોમરના જણાવ્યાનુસાર, વર્ષ 2001માં ઉધના પોલીસ ચોપડે હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી પદમ ઉર્ફે રાકેશ, ઉર્ફે પદમ ચરણ ગૌરવ અને હરિ ઉર્ફે ગૌરાંગદાસ પાંડા ઉધના સ્થિત શાંતીનગર સોસાયટીમાં ભાડેના મકાનમાં રહેતો હતો. જ્યાં બાજુમાં રહેતી મહિલા જોડે તેને પ્રેમ સંબંધ હતો. તે દરમ્યાન મહિલાના ઘરે વિજય સાંચીદાસ નામનો યુવક અવર-જવર કરતો હતો.



જેની સાથે આરોપી દ્વારા ઝઘડો કરી મારામારી કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીએ પોતાના અન્ય બે મિત્રો સાથે મળી ઉધના સ્થિત ખાડી કિનારે લઈ જઈ યુવકને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટના પર પડદો પાડવા આરોપીઓ દ્વારા બાદમાં લાશને સગેવગે કરવા ખાડીના પાણીમાં ફેંકી દેવામાં આવી હતી. ઘટના અંગે ઉધના પોલીસે આ મામલે આરોપી અને તેના અન્ય બે સાગરીતો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી હત્યાની આ ઘટના બાદ પોતાના વતન નાસી છૂટ્યો હતો. જ્યાં પોલીસ તપાસ માટે તેના વતન પોહચતા આરોપી ત્યાંથી ભાગી અને યુપીના મથુરા ખાતે છુપાયો હતો. પોલીસ અવારનવાર તપાસ માટે જતી હતી, પરંતુ આરોપી મળી આવતો નહોતો.



એટલું જ નહીં આરોપી પોતાની પાસે મોબાઈલ પણ રાખતો ન હોવાથી તેની ધરપકડ કરવામાં પણ પોલીસને મુશ્કેલી પડી હતી. જ્યાં છેલ્લા 23 વર્ષથી ફરાર આરોપી વિરુદ્ધ 45 હજારનું ઇનામ શહેર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતુ. સુરત પી.સી.બી.ને માહિતી મળી હતી કે, હત્યાના ગુનાનો આ આરોપી પોતાની ધરપકડ ટાળવા યુપીના મથુરા ખાતે સાધુ વેશનો પલ્ટો ધારણ કરી એક આશ્રમમાં છુપાયો છે. જેથી સુરત પી.સી.બી.ના પી.આઇ. આર.એસ.સુવેરાના માર્ગદર્શન હેઠળ ત્રણ પોલીસ જવાનોએ સ્પેશિયલ ઓપરેશન હાથ ધર્યું હતું. મથુરાના નંદગામ ખાતે આવેલ નદી કિનારે કુંજફૂટી આશ્રમમાં પોલીસ જવાનોએ રેકી કરી આરોપીની પૃષ્ટિ કર્યા બાદ પદમ ઉર્ફે રાકેશ પદમ ચરણ ગૌરવહરિ ઉર્ફે ગૌરાંગદાસ પાંડાને ઝડપી પાડ્યો હતો. જે આરોપી પોતાનું નામ બદલી અને સંપૂર્ણ સાધુ વેશમાં મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application